પશ્ચિમ રેલવેના નામ બન્યો વધુ એક રેકોર્ડ

0
288

પશ્ચિમ રેલવેના નામ એક રેકોર્ડ બન્યો છે. અમદાવાદમાં ટિકિટ ચેકિંગની આવકમાં નવો રેકોર્ડ સર્જાયો છે . નવો રેકોર્ડ સર્જાતા કર્મીઓને પ્રાદેશિક સ્તરે પુરસ્કૃત કરવામાં આવ્યા. ટિકિટ ચેકિંગ દરમિયાન વર્ષ ૨૦૨૨-23 દરમિયાન જેમાં રૂ.27.84 કરોડની આવક થઈ હતી. જે વર્ષ 2021-22 કરતા 39.86 ટકા વધુ છે.વર્ષ 2022-23 દરમિયાન ટિકિટ વગર યાત્રાના કુલ 3,24,408, અનિયમિત યાત્રા કરનાર 77,340 અને બુક વગરના સામાનના 1121 કેસ નોંધી ને કુલ 4,02,869 કેસ પર 27.80 કરોડ રૂપિયાની આવક થઈ હતી.રેલ પરિસરમાં ગંદકી કરતા કુલ 2946 મુસાફરો પાસેથી રૂ.4.36 લાખની વસૂલાત કરવામાં આવી હતી. અને આ રીતે અમદાવાદ મંડળના ટિકિટ ચેકિંગ મંડળ દ્વારા કુલ 4,05,815 કેસોમાં રૂ.27.84 કરોડની આવક થઈ હતી.