પંજાબમાં ધીરેન્દ્ર શાસ્ત્રી બોલ્યા આ બાબરનો દેશ નથી , રઘુવરનો દેશ છે

0
1

પંજાબના પઠાનકોટ પહોંચેલા બાબા બાઘેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે આ દેશ બાબરનો નથી રઘુવરનો છે. જ્યાં સુધી વિધર્મીઓ સામે કડક કાયદો બનાવવામાં ન આવે ત્યાં સુધી નિર્દોષ હિન્દુઓને લાલચ આપીને તેમનું ધર્માંતરણ કરતા રહેશે. અને કડક કાર્યવાહી નહિ થાય ત્યાં સુધી આ પરિસ્થિતિમાં ફેરફાર નહિ થાય તેમ જણાવ્યું. પંજાબના પઠાનકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ નિવેદન આપતા જણાવ્યું કે પંજાબ સંતો અને વીરોની ભૂમિ છે . અહી આવવું તે મારું સૌભાગ્ય છે. બાબા બઘેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે પંજાબ સતત વિકસિત રાજ્ય છે અને આધુનિક રાજ્ય પણ છે અહીના લોકો ખુબ જ પ્રેમાળ અને દયાળુ છે . તેમને કહ્યું કે અમે પહોંચ્યા કે તરતજ સૌથી પહેલું કામ શ્રી ગોલ્ડન ટેમ્પલ જવાનું કર્યું. લોકોએ અહી ખુબ પ્રેમ વરસાવ્યો. અને હું તે માટે ઋણી છું. અમે શ્રી ગુરુ ગ્રંથ સાહિબના દર્શન કર્યા અને શ્રી દરબાર સાહિબમાં પ્રણામ કર્યા. ત્યાર બાદ ધીરેન્દ્ર શાસ્ત્રી દુર્ગીયાના તીર્થમાં ગયા . આપને જણાવી દઈએ કે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર પઠાણકોટમાં ત્રણ દિવસ દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે.

1 86

બાબા બાઘેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું કે અમારો ઉદ્યેશ ભારતીય સંસ્કૃતિની જાગૃતિ ફેલાવવાનો છે . સમગ્ર દેશમાં અમે પદયાત્રા પણ આગામી સમયમાં કરવા જઈ રહ્યા છીએ જેનાથી સનાતન ધર્મ અને હિન્દુઓને જાગૃત કરવાનો સંકલ્પ કર્યો છે. તેમને કહ્યું કે વિધાર્મીઓએ ગુરુદ્વારા અને મંદિરોમાં પ્રવેશ ન કરવો જોઈએ. તેમજ આપણા નિર્દોષ હિન્દુઓને કે કોઈમ પણ ધર્મના લોકોને લાલચ આપીને ધર્મ પરિવર્તન કરવાનું કાવતરું ન કરવું જોઈએ . આ પ્રકારવા કૃત્ય કર્બર તત્વો સામે કડક કાયદો સરકારે બનાવવો જોઈએ.

આપને જણાવી દઈએ કે તાજેતરમાં ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતની મુલાકાતે હતા અને નવરાત્રી દરમિયાન અમદાવાદમાં કહ્યું હતું કે નવરાત્રી પર્વ અને ગરબામાં વિધર્મીઓનો પ્રવેશ અને ગૌ મંત્રનો ઉપયોગ પર બાબા બાઘેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે હાલમાં વધતા જતા લવ જિહાદના કિસ્સાઓને ધ્યાનમાં તાખીને આ પ્રકારના નિર્ણયો ખુબ અગત્યના છે અને જયારે લવ જીહાદ શાળાઓ, કોલેજો અને સમાજમાં જોવા મળી રહ્યું છે ત્યારે ગરબામાં આવનારા તમામ ને ગંગાજળ અને ગૌ મૂત્રનું આચમન કરાવીને પ્રવેશ આપવો જોઈએ. વધુમાં તેમને કહ્યુકે વિધર્મીઓ સાથે એકલો ભાઈચારો નહિ બહેનચારો પણ થવો જોઈએ તેમને ગરબામાં આવતા પહેલા પોતાની બહેનોને પણ સાથે લઈને આવવી જોઈએ જેથી ભાઈચારો અને બહેનચારો સરખે ભાગે જળવાઈ રહે. બાબા બાઘેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે મારા દિવ્ય દરબારમાં તમામની અરજીઓ સ્વીકારવામાં આવે છે તેમ માં અંબે મારી અરજી સ્વીકારી છે . પંજાબના પઠાનકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના આગમનને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યી હતો.