જાપાનમાં G7 બેઠકોની સુરક્ષા વ્યવસ્થા પર ઉભા થયા છે સવાલો
જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાએ ભાષણ દરમિયાન તેમના પર વિસ્ફોટક હુમલા બાદ G7 બેઠકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની પ્રતિજ્ઞા લીધી છે. સ્મોક બોમ્બ હુમલામાં જાપાનના પીએમનો આબાદ બચાવ થયો હતો. જોકે પરંતુ આ ઘટના બાદથી જાપાનમાં યોજાનારી G7 બેઠકોની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે. જણાવી દઈએ કે G7 દેશોની બેઠક આવતા મહિને જ જાપાનમાં યોજાવાની છે. G7 એ વિશ્વની 7 મોટી ઔદ્યોગિક શક્તિઓનો સમૂહ છે, જેમાં કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ સામેલ છે. આ ઉપરાંત યુરોપિયન યુનિયન પણ તેનો સભ્ય છે. જાપાનના પીએમ કિશિદાએ G7 બેઠકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે શક્ય તેટલું બધું કરવાની પ્રતિજ્ઞા લીધી. કિશિદાએ કહ્યું કે આ બેઠકોની સુરક્ષાની જવાબદારી મારી રહેશે