જાન્યુઆરી 2024માં રામલલા તેમના ગર્ભગૃહમાં બિરાજશે

0
481

છતને મોલ્ડિંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી

રામ ભક્તોનું સપનું સાકાર થઈ રહ્યું છે, જાન્યુઆરી 2024માં રામલલા તેમના ગર્ભગૃહમાં બિરાજશે. જેના માટે મંદિરનું નિર્માણ કાર્ય તેજ ગતિએ ચાલી રહ્યું છે અને છતને મોલ્ડિંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હવે ભગવાન શ્રીરામનું ભવ્ય અને દિવ્ય મંદિર આકાર લેતું જોવા મળે છે. જોકે, છતના મોલ્ડિંગના કામમાં લગભગ 4 મહિનાનો સમય લાગશે. તસ્વીરમાં જોઈ શકાય છે કે કેવી રીતે રામ મંદિર ભવ્ય સ્વરૂપ લઈ રહ્યું છે.