જમ્મુ-કાશ્મીર સુરક્ષા દળોને મોટી સફળતા મળી,બે ઘૂસણખોરોને કર્યા ઠાર

0
151
જમ્મુ-કાશ્મીર સુરક્ષા દળોને મોટી સફળતા મળી,બે ઘૂસણખોરોને કર્યા ઠાર
જમ્મુ-કાશ્મીર સુરક્ષા દળોને મોટી સફળતા મળી,બે ઘૂસણખોરોને કર્યા ઠાર

જમ્મુ-કાશ્મીર સુરક્ષા દળોને મોટી સફળતા મળી

જમ્મુ-કાશ્મીરના પૂંચમાં BSFને મળી મોટી સફળતા

LoC પર બે ઘૂસણખોરોને કર્યા ઠાર

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ પૂછના બાલાકોટ સેક્ટરમાં એલઓસી પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. સુરક્ષા દળોએ બે ઘુસણખોરોને ઠાર કર્યા છે. માર્યા ગયેલા ઘૂસણખોરો પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો મળી આવ્યા છે.અધિકારીઓએ જણાવ્યું કે ભારતીય સેનાએ બે આતંકવાદીઓને ઠાર કર્યા અનેપૂંચ જિલ્લાના બાલાકોટ સેક્ટરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો.સુરક્ષા દળોએ એક એકે 47, બે મેગેઝીન, 30 રાઉન્ડ, બે હેન્ડ ગ્રેનેડ અને પાકિસ્તાની મૂળની દવાઓ સહિત શસ્ત્રો અને દારૂગોળોનો વિશાળ જથ્થો જપ્ત કર્યો છે.

જમ્મુ-કાશ્મીર માં ગુપ્તચર એજન્સીઓ અને પોલીસના ઇનપુટ્સથી જાણવા મળ્યું છે કે નિયંત્રણ રેખા પરથી કેટલાક ઘૂસણખોરો બાલાકોટ સેક્ટરમાં પ્રવેશવાની રાહ જોઈ રહ્યા છે. ઇનપુટ્સના આધારે મોનિટરિંગ ગ્રીડને એલર્ટ પર મૂકવામાં આવી હતી.સૈનિકોએ ઘૂસણખોરોને LoC પાર કરવાનો પ્રયાસ કરતા જોયા હતા.ઘૂસણખોરો સરહદની નજીક પહોંચતા જ જવાનોએ તેમને પડકાર ફેંક્યો. જ્યારે તે ન રોકાયો તો તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું. જેના કારણે બંનેને ભાગવાની ફરજ પડી હતી. જોકે, ફાયરિંગમાં એક LoC પાસે પડ્યો હતો. થોડે દૂર અન્ય એક પડી ગયો.

મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા

સેના દ્વારા  સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, બંને ઘૂસણખોરો ઘાયલ થયા હતા, પરંતુ LoC પાર કરીને પાછા ફરવામાં સફળ રહ્યા હતા. બાદમાં તેમનું મૃત્યુ થયું હતું. સેનાના જવાનોએ એક AK 47 રાઈફલ, બે મેગેઝીન, 30 રાઉન્ડ, બે ગ્રેનેડ અને પાકિસ્તાની મૂળની દવાઓ જપ્ત કરી છે. એલઓસી તરફ જતા રસ્તા પર કેટલીક જગ્યાએ લોહીના નિશાન પણ જોવા મળ્યા છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ