છત્તીસગઢની મહિલા આત્મનિર્ભર બનીને કરે છે ચાની ખેતી

0
383

ચાની ખેતીથી ઘણા લોકોના જીવનમાં આવ્યું પરિવર્તન

તમને ભારતમાં લગભગ દરેક ઘરમાં ચાના પ્રેમીઓ સરળતાથી મળી જશે અને ઘણા લોકો માટે ચા એટલી ખાસ હોય છે કે જો તેમને દિવસમાં એકવાર ચા ન મળે તો કદાચ તેની ચૂસકી માટે તલપાપડ પણ થઇ જવાય છે .પરંતુ શું તમે જાણો છો કે ચા બનાવવાની શું પ્રક્રિયા છે જેનાથી તમને આ ચુસકીઓ લેવાનો ઘણો આનંદ અને તેનાથી ઘણા લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે. હવે છત્તીસગઢમાં ચાની ખેતીએ પણ દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. જશપુરના બે મહિલા આત્મનિર્ભર બનીને ચાની ખેતી કરે છે .મહિલા સ્વ-સહાય જૂથના સભ્ય અલકા લાકરાએ કહ્યું, “અહીં 2 જૂથો છે જેમાં 20 લોકો છે અને તે બધા અહીં કામ કરે છે. ચાની ખેતી 20 એકરમાં ફેલાયેલી છે. તેનાથી ખેડૂતોની આવકમાં પણ વધારો થયો છે. એકસમયે ડાંગરની ખેતી માટે પ્રખ્યાત છત્તીસગઢમાં હવે ચાની ખેતીની પણ ચર્ચા થઈ રહી છે. હકીકતમાં, છત્તીસગઢ સરકારે રાજ્યના સુરગુજા ઝોનના જશપુર જિલ્લામાં એક ચાના બગીચાની સ્થાપના કરી છે, જેનો અનોખો સ્વાદ બજારમાં ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.