વખતે 23 એપ્રિલથી શરૂ થશે ચાર ધામની યાત્રા
ચાર ધામ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં સ્થિત છે, આમ દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે રાજ્યમાં પહોંચે છે. આ ચાર ધામ યાત્રા માત્ર ભક્તોને સુખદ અનુભવ જ નથી આપતી, પણ પ્રવાસનને પ્રોત્સાહન આપે છે અને રોજગારમાં પણ નોંધપાત્ર વધારો કરે છે.તમને જણાવી દઈએ કે આ વખતે 23 એપ્રિલથી ચાર ધામની યાત્રા શરૂ થવા જઈ રહી છે, આવી સ્થિતિમાં યાત્રા પહેલા ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે આ વખતે ચાર ધામ યાત્રા ઐતિહાસિક બનશે.