ચંદીગઢઃ ​​ 74 વર્ષના ખેડૂત પાસે છે 100 વર્ષ જૂના ગીતોનો રેકોર્ડ

0
99

ચંદીગઢના મોહન સિંહ પોતાનો શોખ આ ગીતો સાંભળીને કરે છે પૂરો

એવું કહેવાય છે કે “શોખ એક મોટી વસ્તુ છે અને કેટલાક લોકો તેમના શોખને જીવનની અંતિમ ક્ષણો સુધી જીવંત રાખવા માંગે છે, તેનું જીવંત ઉદાહરણ પંજાબના કસૌલી ગામમાં રહેતા 74 વર્ષીય મોહન સિંહ છે. તેમની પાસે 100 વર્ષ જૂની ફિલ્મોના ગીતોનો સંગ્રહ છે. અને આજે પણ પોતાનો શોખ આ ગીતો સાંભળીને પૂરો કરે છે. ભારતીય સિનેમાની વાત કરીએ તો પ્રથમ બોલતી ફિલ્મ આલમઆરા થી શરૂ થયા હતા ગીતો.પહેલા મુંગી ફિલ્મ આવતી હતી .દાદા સાહેબ ફાળકેનું મહામુલા યોગદાનથી હિન્દી ફિલ્મ જગતમાં આજે કરોડોનો  કારોબર છે. આજના ગીતો દર્શકોને બે-ત્રણ માસમાં ભુલાય જાય છે. ગાયકો-સંગીત-ફિલ્માંકન છે પણ શબ્દોથી જૂના અને નવાગીતો વચ્ચે આજ તફાવત છે. અગાઉના ગીતો  માનવ જીવન સાથે વણાયેલા હતા ઉદાહર તરીકે યુધ્ધ પછીના વાતાવરણે દેશમાં લત્તાજીનાં ગીત એ મેરે વતન કે લોગો આખા દેશને મોઢે થઈ ગયું  છે ગીતનાં શબ્દોની એવી તાકાત હતી કે માનવી રડવા લાગતા હતા.કવિ પ્રદિપનાં ગીતો પણ એટલાજ ચોટદાર હતા .