ગુજરાતમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી

0
149
ગુજરાતમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી
ગુજરાતમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી

૯મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિન

દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી

મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો રહ્યાં ઉપસ્થિત

ગુજરાતમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ૯ મી ઑગષ્ટ ‘‘આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની દાહોદમાં ધામ ધૂમથી ઉજવણી કરવામાં આવી હતી . આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી બચુભાઇ ખાબડ , ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, તેમજ નગરના અને જિલ્લાના તમામ હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ એ પેહલા તો વિશ્વ આદિવાસી દિવસની બધાને શુભેચ્છા પાઠવી હતીદાહોદ જિલ્લાની જ વાત કરીએ તો અહીં ૭૪ ટકા જેટલી વસ્તી આદિવાસી છે.આ પ્રસંગે રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ એ પેહલા તો વિશ્વ આદિવાસી દિવસની બધાને શુભેચ્છા પાઠવી હતી અને જણાવ્યું હતું કે ગુજરાતના આપડા લોકલાડીલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતમાં આદિવાસીઓને જે લાભ મળવા જોઈએ તે તમામ લાભ મળી રહ્યા છે પછી એ શિક્ષણ હોય, કે આરોગ્ય હોય કે કન્યાઓ માટેની યોજનાઓ હોય . તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન આદિવાસીઓની સતત ચિંતા કરતા રહ્યા છે અને કઈ યોજનાઓ થકી તેમને લાભ મળે તે ચિંતન કરી તરત અમલમાં મૂકી છે.

Capture 32

ગાંધીનગરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી  કરવામાં આવી

રેલીનું આયોજન કરવામાં આવ્યું

મોટી સંખ્યામાં યુવાનો રેલીમાં જોડાયા

ગાંધીનગરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી  કરવામાં આવી હતી.વિશ્વ આદિવાસી દિવસ નિમિતે ગાંધીનગરમાં આદિવાસી સમાજ ની રેલી નીકળી હતી.ગાંધીનગર બિરછા મુંડા ભવનથી સેકટર 12 રંગમંચ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં યુવાનો રેલીમાં જોડાયા હતા.

વાંચો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૨૪મું અંગદાન