કોવિડ 19 JN1 : રાજ્યમાં મંગળવારે કોરોનાના ૨ કેસ નોંધાયા બાદ તંત્ર ચિંતામાં આવી ગયું છે.ફરીવાર દેશમાં વધી રહેલા કોરોના કેસો ચિંતા ઉપજાવે તેવા છે. ત્યારે કોવિડ 19 JN1 નામનો નવા પ્રકારનો એક કેસ કેરળમાં નોંધાયો છે અને એકનું મૃત્યુ થયું છે. જે બાદ ત્યાંના આરોગ્ય અધિકારીઓએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ત્યારે આજે આપણે જાણીએ કે આ નવા કોરોના વેરીયંટના લક્ષાણો કેવા છે ? અને તેને લઈને આપણે શું કાળજી રાખવાની જરૂર છે ?.

કોરોના વાયરસનો ડર હજી પણ આપણા હૃદય અને દિમાગમાંથી ઓછો થયો નથી. દરરોજ આપણે સમાચાર અને અખબારોમાં કોરોના વાયરસના નવા પ્રકારો (કોવિડ-19 JN.1 વિશે વાંચીએ છીએ અને સાંભળીએ છીએ. હવે ફરી એકવાર કોરોનાવાયરસ JN.1 ના નવા પ્રકારે કેરળમાં દસ્તક આપી છે. આ કોવિડ 19 JN.1 ના નવા પ્રકારનો એક કેસ કેરળમાં નોંધાયો છે અને એકનું મૃત્યુ થયું છે. જે બાદ ત્યાંના આરોગ્ય અધિકારીઓએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
આરોગ્ય વિભાગ દ્વારા કોવિડના નવા પ્રકારો જાહેર કરવામાં આવ્યા હતા. તમારે તેના પ્રારંભિક લક્ષણો અને નિવારણ પદ્ધતિઓ વિશે પણ જાણવું જોઈએ જેથી કરીને તમે તમારી જાતને તેનાથી બચાવી શકો.

કોવિડ 19 JN1 ના શું છે લક્ષણો ?
નવા કોરોના વેરીયન્ટ વિશે વાત કરીએ તો દર્દીઓએ તાવ, વહેતું નાક, ગળામાં દુખાવો, માથાનો દુખાવો અને કેટલાક કિસ્સાઓમાં હળવા જઠરાંત્રિય સમસ્યાઓ જેવા લક્ષણોની દેખાય છે. દિલ્હીની ગંગારામ હોસ્પિટલના ચેસ્ટ મેડિસિનના વરિષ્ઠ સલાહકાર ડો. ઉજ્જવલ પ્રકાશના જણાવ્યા અનુસાર, આ પ્રકારના લક્ષણોથી લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે, પરંતુ ગભરાવાની જરૂર નથી.

કોવિડ 19 JN1 થી શું રાખવી સાવધાની ?
ડોકટરના જણાવ્યા મુજબ તમારે વધુ સાવચેત રહેવું જોઈએ. નવા વેરીયન્ટથી ગભરાવાની કે સાવચેત રહેવા સિવાય બીજું કોઈ પગલું ભરવાની જરૂર નથી. ડૉક્ટરે વધુમાં કહ્યું કે, મોટાભાગના દર્દીઓમાં ઉપરના શ્વસન સંબંધી હળવા લક્ષણો હોય છે જે ચારથી પાંચ દિવસમાં ઠીક થઈ જાય છે.
તમે આ પણ વાંચી શકો છો
Corona returns: રાજ્યમાં આ શહેરમાં નોંધાયા કોરોનાના 2 કેસ