કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ લીધી છત્તીસગઢ ની મુલાકાત

0
128
Union Home and Cooperation Minister Amit Shah visited Chhattisgarh
Union Home and Cooperation Minister Amit Shah visited Chhattisgarh

અમિત શાહ ભૂપેશ બઘેલ સરકાર અને કોંગ્રેસ પર છત્તીસગઢ માં આકરા પ્રહાર કર્યા

કોંગ્રેસે રૂ. ૧૨ લાખ કરોડનું કૌભાંડ કર્યું છે : શાહ

કોંગ્રેસના સમયમાં આતંકી હૂમલા થતા હતા : શાહ

૩૭૦ હટાવી દીધી, એક પણ કાંકરો ન ઉડ્યો : શાહ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ એ છત્તીસગઢ માં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું હતું કે, “સોનિયા ગાંધી અને મનમોહનસિંહે 10 વર્ષ શાસન કર્યું. આ દરમિયાન તેમણે 12 લાખ કરોડનું કૌભાંડ આચર્યું હતું. તો આ બાજુ, નવ વર્ષમાં એક પણ વ્યક્તિ મોદીજી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી શકી નથી. છત્તીસગઢ માં ભૂપેશ બઘેલ સરકારની પણ આવી જ હાલત છે. તેઓ અહીં પણ એવું જ કરી રહ્યા છે.” તેમણે વધુમાં કહ્યું હતું કે, “આ ભગવાન શ્રી રામનું મોસાળ છે તેમના વન પ્રસ્થાનનો પણ માર્ગ છે. હું ભગવાન રામને નમન કરું છું. 2014ની લોકસભા ચૂંટણીમાં તમે લોકોએ છત્તીસગઢમાં 11માંથી 10 સીટો આપી હતી. 2019માં પણ છત્તીસગઢની જનતાએ 11 સીટો આપવાનું કામ કર્યું છે. જ્યારે સોનિયા અને મનમોહનસિંહનું શાસન હતું, ત્યારે દેશમાં આતંકવાદી ઘટનાઓ બનતી હતી. પાકિસ્તાનના લોકો ઘૂસણખોરી કરી જતા હતા અને જવાનોના માથા કાપી નાખતા હતા. મનમોહન સિંહની સરકારે અફસોસ પણ ન કર્યો. મોદીજીની સરકાર આવી. ઉરી અને પુલવામા હૂમલો થયો. મોદીજીએ 10 દિવસમાં એરસ્ટ્રાઈક કરી અને ઘરમાં ઘુસીને આતંકવાદનો ખાત્મો કર્યો. કલમ 370 હટાવવામાં આવી ત્યારે રાહુલ બાબાના નેતૃત્વમાં કોંગ્રેસના નેતાઓ કહેતા હતા કે, તેને હટાવો નહીં, કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે. હવે કલમ 370 હટાવી દેવામાં આવી છે, લોહીની નદીઓ તો છોડો, કાંકરા પણ ખસ્યા નહીં. મોદી સરકારના નવ વર્ષ ભારત ગૌરવ, ગરીબ કલ્યાણ, ભારત ઉત્કર્ષના નવ વર્ષ છે. ગરીબોના કલ્યાણ માટે ઘણું કામ કર્યું.” વધુ સમાચાર માટે જોતા રહો વી.આર લાઈવ.