કાલોલ બજરંગ ભજન મંડળ દ્વારા 63 વર્ષથી થાય છે આયોજન
કાલોલ નગર બજરંગ ભજન મંડળ દ્વારા પગપાળા સંઘ ચાલતો ડાકોર છેલ્લા 63 વર્ષથી 56 ગજની ધજા સાથે પહોંચે છે. જેમાં કાલોલ નગરના ભક્તો આ પગપાળા સંઘમાં જોડાય છે. આ સંઘમાં પગપાળા ભક્તોની સંખ્યા 100 થી વધુ હોય છે દરેક ભક્તો જય રણછોડ માખણ ચોરના નારા સાથે કાલોલ નગરમાંથી પ્રસ્થાન કરી ડાકોર મુકામે પહોંચશે. છેલ્લા ઘણા વર્ષોથી આ ટેક રાખી બેઠેલા ભક્તો આ યાત્રામાં જોડાય છે આ સંઘની અવિરત યાત્રા વર્ષોથી ચાલી આવે છે અને ભવિષ્ય પણ ચાલતી રહેશે તેવી ઊંડી આસ્થા ધરાવે છે