સુપ્રીમ કોર્ટે સરકારી કર્મચારીઓના ઓવરટાઇમ કામને લઈને મહત્વ પૂર્ણ ટિપ્પણી કરી છે.કોર્ટે કહ્યું કે સરકારી કર્મચારીઓ ઓવરટાઇમ વર્ક એલાઉન્સ મેળવવા માટે હકદાર નથી. આ વળતરની શ્રેણીમાં આવતું નથી. કોર્ટે કહ્યું કે એવું જોવામાં આવે છે કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓથી વિપરીત, સરકારી કર્મચારીઓ કેટલાક અન્ય વિશેષાધિકારો સિવાય પગાર પંચના સુધારાના લાભોનો આનંદ માણે છે.કોર્ટે કહ્યું કે ઓવરટાઇમ વર્ક એલાઉન્સનો દાવો કરવો એ નિયમો અનુસાર નથી, જેના કારણે તેનો દાવો કરી શકાય નહીં.