ઋષિકેશથી કેદારનાથ સુધીના પૌરાણિક માર્ગ પર ટ્રેકિંગ કરી શકાશે

0
141

પ્રકૃતિ અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ છે આ માર્ગ પર

હવે પ્રવાસીઓ ઋષિકેશથી કેદારનાથ સુધીના સુપ્રસિદ્ધ માર્ગ પર ટ્રેકિંગ કરી શકશે. આ પૌરાણિક માર્ગના મૂળ સ્વરૂપને પુનર્જીવિત કરવાની પહેલ આશિષ ચૌહાણે કરી છે. તેમણે ગંગા પદયાત્રા શરૂ કરવાની યોજના તૈયાર કરી છે. તેમણે પોતે પણ આ રૂટ પર 22 કિમીની પદયાત્રા કરી હતી. ડીએમએ જણાવ્યું કે આ માર્ગ પર પ્રકૃતિ અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ જોવા મળશે, પ્રવાસીઓ માતા ગંગાના કિનારે પ્રકૃતિની વિવિધતાને આત્મસાત કરીને પ્રવાસનો આનંદ માણી શકશે. તેનાથી રોજગાર અને સ્વ-રોજગારની નવી તકોનો વિકાસ થશે. સ્વામી વિવેકાનંદે પણ 1888માં આ ટ્રેક પર યાત્રા કરી હતી.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.