ઈસરોએ કર્યું લૉન્ચ વ્હીકલ ઓટોનોમસ લેન્ડિંગ મિશનનું સફળ સંચાલન

0
717

કર્ણાટકના ચિત્રદુર્ગમાં એરોનોટિકલ ટેસ્ટ રેન્જ ખાતે સફળ પરીક્ષણ

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ જણાવ્યું કે તેણે રવિવારે કર્ણાટકના ચિત્રદુર્ગમાં એરોનોટિકલ ટેસ્ટ રેન્જ ખાતે પુનઃઉપયોગ કરી શકાય તેવા લોન્ચ વ્હીકલના સ્વાયત્ત પરીક્ષણ લેન્ડિંગ મિશનનું સફળતાપૂર્વક સંચાલન કર્યું. ISRO દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ભારતે તે હાંસલ કર્યું. DRDO સાથે જોડાયેલા ISROએ 2 એપ્રિલ, 2023ના રોજ વહેલી સવારે એરોનોટિકલ ટેસ્ટ રેન્જ (ATR), ચિત્રદુર્ગ, કર્ણાટક ખાતે પુનઃઉપયોગ કરી શકાય તેવા લૉન્ચ વ્હીકલ ઓટોનોમસ લેન્ડિંગ મિશન (RLV LEX)નું સફળતાપૂર્વક સંચાલન કર્યું.