જૂન મહિનામાં PM સુનકનું અપ્રૂવલ રેટિંગ માઈનસ ૨.૭!
સુનકની કેબિનેટના ૯ મંત્રીઓનું રેટિંગ પણ નેગેટીવ
ભારતીય મૂળના બ્રિટીશ વડાપ્રધાન ઋષિ સુનક ની લોકપ્રિયતામાં જોરદાર ઘટાડો થયો છે. વર્ષ 2022માં પીએમ બન્યા બાદ પહેલી વખત સુનકનું એપ્રૂવલ રેટિંગ સૌથી નીચેના સ્તરે પહોંચી ગયુ છે. તેમની લોકપ્રિયતામાં જોરદાર ઘટાડો થયો છે. એક સર્વે મુજબ, મે મહિનામાં તેમનું એપ્રૂવલ રેટિંગ 21.9 હતું. જે જૂન મહિનામાં માઈનસ 2.7 પર પહોંચ્યુ છે. ગત ઓક્ટોબરમાં તેઓ પીએમ બન્યા ત્યારે તેમનુ રેટિંગ પ્લસ 49.9 હતું. આપને જણાવી દઈએ કે, બ્રિટીશ વડાપ્રધાન સુનક ભારતની આઈટી જાયન્ટ ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિના જમાઈ પણ છે. બ્રિટનની સરકાર બેંક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા વ્યાજ દરોમાં કરાયેલા પાંચ ટકાના વધારાથી પરેશાન છે ત્યારે સુનકના રેટિંગમાં ઘટાડો થયો છે.
આ કારણોસર ઘટ્યું રેટિંગ
બ્રિટીશ સરકારે ઘૂસણખોરો સામે શરૂ કરેલા અભિયાનને પણ કોર્ટના ચુકાદાને કારણે ફટકો વાગ્યો છે. બ્રિટીશ સરકારે ઘૂસણકોરોને રવાન્ડામાં મોકલી આપવાની નીતિને એક કોર્ટે ગેરકાયદે ઠેરવી છે. ઋષિ સુનકની સાથે તેમની કેબિનેટના નવ મંત્રીઓનું રેટિંગ પણ નેગેટિવ છે. માત્ર બ્રિટીશ ગૃહ મંત્રી સુએલા બ્રેવરમેનનુ રેટિંગ 30.4 છે અને તેમનુ જ રેટિંગ અત્યારે સૌથી સારૂ છે. આપને જણાવી દઈએ કે, બ્રિટીશના અગાઉના બે વડાપ્રધાનો બોરિસ જોનસન અને થેરેસા મે પણ પોતાની લોકપ્રિયતા લગભગ ગુમાવી ચુકયા છે. જોનસનની રેટિંગ માઈનસ 33.8 છે તો મેની રેટિંગ માઈનસ 51.2 છે. આવા જ વધુ સમાચાર માટે જોતા રહો વી.અર લાઈવ .