આ જુસ્સાને સલામ :  હાથ ન હોવા છતા મેળવ્યું ડ્રાઈવિંગ લાયસન્સ

0
223
Jilumol Mariette's
Jilumol Mariette's

આ જુસ્સાને સલામ :  જો તમે જીવનમાં કશું કરવા માગો છો, તો તેના માટે તમારી સંપૂર્ણ ઈચ્છા શક્તિથી સતત પ્રયાસ કરતા રહેવાની જરૂર છે. એટલું જ નહીં, જો સપના પૂરા કરવા માટે સાચી લગન હોય તો આખી કાયનાત પણ તમારી આ ઈચ્છા પૂરી કરવામાં લાગી જાય છે. આવું જ કંઇક કેરળમાં જોવા મળ્યું. જ્યારે બંને હાથ વિના જન્મેલી એક મહિલાના સપનાને રાજ્ય સરકાર અને એક સ્થાનીય સ્ટાર્ટ અપે નવી ઉડાન આપી.

આ જુસ્સાને સલામ

કેરળની જિલુમોલ મૈરિએટનું સપનું આખરે ત્યારે પૂરુ થયું (આ જુસ્સાને સલામ) જ્યારે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને એક કાર્યક્રમમાં તેને ડ્રાઈવિંગ લાયસન્સ આપ્યું. (આ જુસ્સાને સલામ) મૈરિએટનો જ્યારે જન્મ થયો તે સમયથી જ તેના હાથ નથી. પણ તેની ઈચ્છા હતી કે એક દિવસે તે કાર ચલાવશે. એટલું જ નહીં કાયદા દ્વારા તેને આની પરવાનગી પણ મળી. કેરળના ઈડુક્કીની નિવાસી મૈરિએટ એશિયાની પહેલી એવી મહિલા બની ગઈ છે, જેના હાથ ન હોવા છતાં ડ્રાઈવિંગ લાયસન્સ મળ્યું છે. હવે તે ફોર વ્હિલર કાર ચલાવી શકે છે.

આ જુસ્સાને સલામ

કોચીમાં ગ્રાફિક આર્ટ ડિઝાઈનરના રૂપમાં કામ કરનારી 32 વર્ષીય જિલુમોલ મૈરિએટ થોમસ પાછલા 4 વર્ષોથી કારનું લાયસન્સ પ્રાપ્ત કરવા માટે સતત પ્રયાસ કરી રહી હતી. જેના માટે તે લાંબા સમયથી વાહન ચલાવવાની તાલીમ પણ લઈ રહી હતી. આ દરમિયાન કોચી બેઝ્ડ એક સ્ટાર્ટ અપે તેના આ સપનાને નવી પાંખ આપી.આ કંપનીએ મૈરિએટની કાર માટે ખાસ રીતના ઓપરેટિંગ ઈન્ડિકેટર્સ, વાઈપર અને હેડલેમ્પ માટે વોઈસ કમાન્ડ બેઝ્ડ સિસ્ટમ ડેવલપ કરી. આ ટેક્નિક અને સિસ્ટમની મદદથી મૈરિએટને કાર ચલાવવા માટે હાથોનો ઉપયોગ કરવો પડતો નથી અને તે માત્ર એક અવાજથી અમુક સિલેક્ટેડ ફીચર્સને ઓપરેટ કરી શકશે. કેરળના રાજ્ય દિવ્યાંગ આયોગે પણ મૈરિએટની આ ઇચ્છાને પૂરી કરવા માટે મદદ કરી.

આ જુસ્સાને સલામ

કાર ચલાવવા માટે મૈરિએટ પોતાના પગનો ઉપયોગ કરે છે. પોતાના પગ દ્વારા તે સ્ટિયરિંગ વ્હીલને સંભાળે છે અને સંપૂર્ણ કુશળતાથી કારને ચલાવે છે. તેણે પોતાને દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર કરી છે. તે પોતાના પગ વડે સાઈન પણ કરે છે. આ જુસ્સાને સલામ

મૈરિએટે આ ડ્રાઈવિંગ લાયસન્સ પ્રાપ્ત કરવા માટે જરૂરી ડ્રાઈવિંગ લાયસન્સ ટેસ્ટ પાસ કરી છે. ત્યાર બાદ દિવ્યાંગ વ્યક્તિઓના અધિકાર કાયદાની જોગવાઈ હેઠળ તેને લાયસન્સ આપવામાં આવ્યું છે. મૈરિએટે મોટર વાહન વિભાગના કર્મીઓ સામે લેખિત અને H ટેસ્ટ સફળતાપૂર્વક પાસ કરી હતી. દિવ્યાંગ વ્યક્તિઓના અધિકાર કાયદા, 2016ની ધારા 41(2) હેઠળ દિવ્યાંગ વ્યક્તિની સુરક્ષિત યાત્રા સુનિશ્ચિત કરવા માટે વાહનના સ્ટ્રક્ચરમાં બદલાવ કર્યા વિના તેમાં જરૂરી સંશોધન(મોડીફિકેશન) કરી શકાય છે.

તમને આ વાંચવું પણ ગમશે

OFFBEAT 233 | પ્રેરણાત્મક – ગોપાલ નમકીનની સફળતાની વાત