અમેરિકા ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર બન્યું

0
417

છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા છે.ત્યારે નાણાકીય વર્ષ 2022-23માં અમેરિકા ભારતના સૌથી મોટા વેપારી ભાગીદાર તરીકે ઉભરી આવ્યું છે.મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, નાણાકીય વર્ષ 2022-23માં યુએસમાં ભારતની નિકાસ 2.81 ટકા વધીને $78.31 બિલિયન થઈ ગઈ છે, જે 2021-22માં $76.18 બિલિયન હતી. તે જ સમયે, આયાત 16 ટકા વધીને $50.24 બિલિયન પર પહોંચી ગઈ છે. 2022-23માં અમેરિકા સાથે ભારતનો વેપાર સરપ્લસ $28 બિલિયન રહ્યો છે.