અમેરિકા જવા ઇચ્છુકો માટે સારા સમાચાર ! , હવે મુંબઈ જવાની નથી જરૂર

0
252

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ અમેરિકા પ્રવાસે છે. ત્યારે એક બાદ એક બેઠકોમાં વડાપ્રધાન ભાગ લઇ રહ્યા છે. ત્યારે અમેરિકા વ્હાઈટ હાઉસના વરિષ્ઠ અધિકારી દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર ભારતમાં બે નવા વાણિજ્ય દૂતાવાસની સ્થાપના કરવામાં આવશે.

image 8

ભારતમાં ગુજરાતના અમદાવાદમાં અને બેન્ગ્લુરુંમાં વાણિજ્ય દૂતાવાસની સ્થાપના કરવામાં આવશે. ગત વર્ષે એક લાખ 25 હજાર વિદ્યાર્થીઓને વિઝા આપમાં આવ્યા હતા. ભારતીય વિદ્યાર્થીઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં સૌથી મોટા વિદેશી વિદ્યાર્થી સમુદાય બનવા માટે તૈયાર છે. ભારતમાં પણ હૈદરાબાદ, ચેન્નઇ, મુંબઇ અને કોલકત્તામાં અમેરિકાના વાણિજ્ય દુતાવાસ આવેલા છે.આ પહેલા યુએસ વિઝાની મંજૂરી મેળવવા માટે ગુજરાતીઓને મુંબઈ જવું પડતું હતું. ભારતમાં પણ હૈદરાબાદ, ચેન્નઇ, મુંબઇ અને કોલકત્તામાં અમેરિકાના વાણિજ્ય દુતાવાસ આવેલા છે. આ અગાઉ દુતાવાસની શરૂઆત માટે કરાઈ છે અરજી. ત્રણ વખત કરવામાં આવી છે અરજી.

આ ઉપરાંત વડાપ્રધાનની અમેરિકા મુલાકત દરમિયાન ઘણા મહત્વના નિર્ણયો પણ કરવામાં આવ્યા છે.

આપને જણાવી દઈએ કે અમેરિકાની કંપની ગુજરાતમાં પ્લાન્ટની સ્થાપના પણ કરનાર છે. 23 હજાર કરોડના ખર્ચે ગુજરાતમાં ચીપ પ્લાન્ટની સ્થાપના થશે.

આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વ્હાઈટ હાઉસમાં ગરબાથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

વ્હાઈટ હાઉસ પહોંચ્યા પહેલા વડાપ્રધાને પોસ્ટ શેર કરી

પોસ્ટ શેર કરીને બતાવી ઉત્સુકતા

વડાપ્રધાનની મુલાત અંગે શું મને છે નિષ્ણાંતો , જોવા માટે અહિયાં ક્લિક કરો

ચીન દુર્ઘટનામાં થયા 31 લોકોના મોત