અમદાવાદ સહિત રાજ્યભરમાં યોજાઈ તલાટીની પરીક્ષા

0
835

અમદાવાદના કેન્દ્રો પર ઉમેદવારો પહોંચ્યા પરીક્ષા આપવા

આજે રાજ્યભરમાં તલાટી -કમ મંત્રીની પરીક્ષા યોજાઈ રહી છે ત્યારે  આ પરીક્ષામાં  8.65 લાખ ઉમેદવારોનાં ભાવિનો ફેંસલો થશે . અમદાવાદ શહેરના તમામ કેન્દ્રોમાં ઉમેદવારો સમયસર પરીક્ષાને લઈને અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે.

રાજ્યભરમાં વહીવટી તંત્ર દ્વારા અલગ અલગ જિલ્લામાં પરીક્ષા આપવા માટે ઉમેદવારો માટે દરેક જિલ્લાઓમાં વધારાની બસો નિગમ દ્વારા દોડાવવાની સંપૂર્ણ તૈયારી કરાઈ હતી આ ઉપરાંત રાજ્યભરના ઉમેદવારોને મોબાઈલ સહિતની પ્રતિબંધિત સામગ્રી વર્ગખંડમાં ન રાખવાની પણ સુચના આપવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં જીલ્લા વહીવટી તંત્ર અને ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે અને શહેરના તમામ કેન્દ્ર પર જતા માર્ગ પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય અને કોઈ પણ અડચણ વિના વિદ્યાર્થીઓ પોતાના કેન્દ્ર પર પહોંચે તે ધ્યાન રાખવામાં આવ્યું.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઈવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ