અમદાવાદમાં ધોધમાર વરસાદ , બેટમાં ફેરવાયું

0
129

કોતરપુરમાં ૪ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો

પૂર્વ વિસ્તારમાં સરેરાશ સવા ઇંચ, પશ્ચિમ વિસ્તારમાં સરેરાશ એક ઇંચ વરસાદ

અમદાવાદમાં ધોધમાર વરસાદ ની સાથે જ સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થઇ ગયું છે. અમદાવાદ શહેર ભારે વરસાદના કારણે બેટમાં ફેરવાયું છે. શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. જેના કારણે શહેર બેટમાં ફેરવાયું છે. જેથી વાહન ચાલકો ભારે પરેશાન થયા છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સરેરાશ સવા ઇંચ વરસાદ નોંધાયો છે, જયારે પશ્ચિમ વિસ્તારમાં સરેરાશ ૧ ઈચ વરસાદ વરસ્યો છે. નિકોલમાં ત્રણ ઇંચ, ચાંદખેડામાં અઢી ઇંચ, વિરાટનગરમાં દોઢ ઇંચ, કઠવાડામાં પોણા ૨ ઇંચ, સાયન્સ સિટીમાં સવા ઇંચ, રાણીપ વિસ્તારમાં સવા ઇંચ,  ઓઢવ વિસ્તારમાં દોઢ ઇંચ, ઉસ્માનપુરામાં સવા ઇંચ, નરોડામાં સાડા ત્રણ ઇંચ,  મેમ્કોમાં બે ઇંચ અને કોતરપુરમાં ૪ ઇંચ વરસાદ ખાબક્યો છે. આપને જણાવી દઈએ કે હજી પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હાલમાં ૧૩ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ કરવામાં આવ્યું છે. જેમાં કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગનો સમાવેશ થાય છે. રાજ્યની વાત કરીએ તો જૂનાગઢના શહેરમાં ૪ ઇંચ વરસાદ, મહુવામાં ૪ ઇંચ વરસાદ, વલસાડમાં ૩ ઇંચ વરસાદ, ગીર ગઢડામાં ૩ ઇંચ વરસાદ, જોડિયામાં ૩ ઇંચ વરસાદ, કપરાડામાં ૬ ઇંચ વરસાદ,બરવાળામાં પાંચ ઇંચ વરસાદ અને ધરમપુરમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે

, . વરસાદ અંગેના વધુ સમાચાર જોવા માટે જોતા રહો વી.આર લાઈવ