અમદાવાદમાં ક્રિકેટ વર્લ્ડ કપના  કારણે હોટેલ રુમના ભાવ આસમાને

0
121

આઇસીસી વર્લ્ડ કપની ભારત-પાકિસ્તાનની મેચ 15 ઓક્ટોબરનાં રોજ અમદાવાદમાં આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાશે. આ મેચ માટે  ક્રિકેટ ચાહકો એટલા આતુર છે કે 3 મહિના પહેલા જ તમામ મોટી હોટલની બુકિંગ સોલ્ડ આઉટ થઈ ગઈ છે. એટલું જ નહીં કેટલીક હોટલ નાં રૂમ ચાર્જ આસમાને પહોંચ્યાં છે. મહત્વની વાત એ છે કે એક એક રુમ હાલ 24 કલાક માટે 90 હજાર ચાર્જ કરી રહી , છતાં લોકો આ હોટલ  બુક કરી રહ્યા છે, ક્રિકેટને લઇને સમગ્ર વિશ્વમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળે છે, એમાય ભારત પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ હોય તો નિશ્ચિત તેનો ઉત્સાહ ચરમસીમાએ હોય છે,

રુ 90 હજાર સુધી પહોચ્યો રુમનું ભાડું
અહેવાલોની માનીએ તો  15 ઓક્ટોબર માટે  નામાંકિત હોટલો 71,999 અને 90,679 રૂપિયા પ્રતિ રૂમ ચાર્જ કરી રહી છે. હોટલનાં રૂમનાં ભાવ આસમાને પહોંચ્યાં છે જેનું એકમાત્ર કારણ છે ભારત-પાકિસ્તાનની આ વર્લ્ડ કપની મેચ! આ સિવાય અન્ય મોટી હોટેલ તે દિવસ માટે પોતાના રૂમનાં ભાવ 36,180 રૂપિયા ચાર્જ કરી રહી છે. રિવરફ્રન્ટ પર આવેલ હોટેલ કે જે સામાન્યરીતે 3000 રૂપિયા ચાર્જ કરે છે તેણે 15 ઓક્ટોબર માટે રૂમનો ચાર્જ 27,233 કર્યો છે.

hotel facade

પાચ સિતારા હોટેલ્સના તમામ રુમ બુક
આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ તારીખો માટે 5 સ્ટાર હોટેલ્સના તમામ રુમો બુક થઇ ગયા છે, સુત્રો તો ત્યા સુધી કહી રહ્યા છે  આ હોટલ્સમાં બુકીંગ માટે લોકો ઉચ્ચ લાગવગ લગાવી રહ્યા છે,સાથે કોઇનું બુકીંગ કેન્સલ થાય તો તેમને રુમ મળે તે માટે વેઇટીંગ ગેસ્ટ તરીકે પણ નામ નોધાવી રહ્યા છે,

Untitled1 1

5 ઓક્ટોબરથી વર્લ્ડ કપની થશે શરૂઆત
ભારતમાં રમાનાર વન ડે વર્લ્ડ કપ શેડ્યૂલની જાહેરાત થઈ ગઈ છે, 5 ઓક્ટોબરથી વર્લ્ડ કપની શરૂઆત થશે અને ફાઈનલ મેચ અમદાવાદમાં રમવામાં આવશે . આ ટુર્નામેન્ટ 46 દિવસ સુધી ચાલશે અને 10 જગ્યાએ કુલ 48 મેચ રમવામાં આવશે. ટુર્નામેન્ટની પહેલી મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમવામાં આવશે. ભારતીય ટીમની વાત કરવામાં આવે તો છેલ્લા 10 વર્ષમાં 9 ICC મેચમાં હાર મેળવી છે. ભારતીય ટીમ પાસે હવે ઘરે રહીને વર્લ્ડ ચેમ્પિયન બનવાની તક છે. ભારતે વર્ષ 2011માં ઘરે જ વર્લ્ડ કપ જીત્યો હતો. ફરી એકવાર ઈતિહાસ દોહરાવવા માટે ભારતીય ટીમે ખૂબ જ મહેનત કરવાની રહેશે. અહીંયા વર્લ્ડ કપ શેડ્યૂલની પાંચ બાબતો વિશે જણાવવામાં આવ્યું છે. 

ભારતનો વર્લ્ડ કપની સમય સારીણી

  • 8 ઓક્ટોબરના રોજ વન ડે વર્લ્ડ કપમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે મેચ રમશે. 15 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમવામાં આવશે.  
  • પાકિસ્તાનને ICC શેડ્યૂલ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાને બે મેચમાં જગ્યા બદલવાની માંગ કરી હતી. ભારત ચેન્નઈ અને ઓસ્ટ્રેલિયામાં અફઘાનિસ્તાન સામે મેચ કમવા માંગતી નહોતી. પાકિસ્તાનની ટીમ ભારત સાથે અમદાવાદમાં રમવા માંગતી નહોતી, પરંતુ ICCએ પાકિસ્તાનની વાત સાંભળી નહોતી. 
  • ICC વર્લ્ડ કપ 2023 રાઉન્ડ રોબિન ફોર્મેટમાં જ રમાવામાં આવશે. રાઉન્ડ રોબિન ફોર્મેટ હેઠળ તમામ 10 ટીમ કુલ 9 લીગ મેચ રમશે. ટોપ 4માં જે ટીમ આવશે તે ટીમ સેમિફાઈનલ માટે રમશે. 
  • વનડે વર્લ્ડ કપ પહેલી સેમિફાઈનલ મેચ 15 નવેમ્બરના રોજ મુંબઈમાં અને બીજી સેમિફાઈનલ મેચ 16 નવેમ્બરના રોજ કોલકત્તામાં રમવામાં આવશે. ફાઈનલ મેચ 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવશે. 
  • વર્લ્ડ કપ સેમિફાઈનલ અને ફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. વરસાદ અથવા અન્ય કારણોસર નોક આઉટ મેચ નક્કી કરેલ દિવસે રમવામાં નહીં આવે તો મેચ આગામી દિવસે રમવામાં આવશે. તમામ નોક આઉટ મેચ ડે નાઈટ હશે, તે મેચ બપોરે 2 વાગ્યાથી શરૂ થશે.