મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મહાવિકાસ અઘાડીને લઈને શરદ પવારના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. સીએમ શિંદેનું કહેવું છે કે શરદ પવાર જે કહે છે તેમાં ગંભીરતા છે. એનસીપીના વડા શરદ પવારે રવિવારે કહ્યું હતું કે રાજ્યમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, એ ખબર નથી કે આવતીકાલે મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી રહેશે કે નહીં. શરદ પવારના આ નિવેદન પર સોમવારે સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે આદરણીય શરદ પવાર ખૂબ જ અનુભવી નેતા છે. મહાવિકાસ અઘાડીને લઈને તેમનું નિવેદન ઘણું મહત્વનું છે. તે જે કહે છે તેમાં હંમેશા ગંભીરતા હોય છે. હું આટલું જ કહીશ કે જેણે જે વિચારવું હોય તે વિચારે.