રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી પર બીસીસીઆઈ દ્વારા એક્શન લેવામાં આવ્યું છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી પર મેચ ફીસના 10% દંડ લગાવવામાં આવ્યો છે. વિરાટ કોહલીએ ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્સમેન શિવમ દુબેના આઉટ થયા બાદ આક્રામક અંદાજમાં સેલિબ્રેશન કરીને અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સી વાળી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે સોમવારે રમાયેલ IPL 2023ના મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 8 રનથી મ્હાત આપી હતી.