પોલીસે તમામ ભાજપના નેતાઓને દબોચી લીધા
ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા સત્તા સ્થાને બેઠેલા પક્ષના નેતાઓ જ કરે ત્યારે ચર્ચા ચકડોળે ચડી છે . વલસાડમાં આદર્શ સોસાઈટીના મકાનની અગાસી પર પાલિકાના પૂર્વ પ્રમુખ, શહેર પ્રમુખ સહિત ભાજપના પંદર જેટલા હોદ્દેદારો દારૂની મહેફિલમાં ઝૂમ બરાબર ઝૂમ કરતા નજરે પડ્યા . પોલીસે આ તમામ ભાજપના નેતાઓને દબોચી લીધા હતા અને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા. નેતાઓની પાર્ટી પરની કાર્યવાહીથી નેતાઓ ફફડી ઉઠ્યા છે. પોલીસે કાર્યવાહી કરીને દાખલો બેસાડ્યો છે કે નેતા હોય એટલે દારૂની પાર્ટીઓ કરવાનો પરવાનો નથી મળી જતો.