National Anthem :  આપ જાણો છો આપણા રાષ્ટ્રગાનને પહેલી વખત ક્યારે ગાવામાં આવ્યું હતું ?

0
247
National Anthem
National Anthem

National Anthem : જન ગન મન અધિનાયક જય હે આટલું સંભાળતા જ આપણા રૂવાંટા ઉભા થઇ જતા હોય છે. આજે આ રાષ્ટ્રગાનને યાદ કરવાનો માત્ર એટલો જ હેતુ છે કે આપણા આ રાષ્ટ્રગાનને પહેલી વખત જાહેરમાં ગાવાના 113 વર્ષ પુરા થયા છે, ભારતનું રાષ્ટ્રગીત જન ગન મન 27 ડિસેમ્બર 1911 ના રોજ કોંગ્રેસના કલકત્તા અધિવેશનમાં પહેલીવાર ગાવામાં આવ્યું હતું.

jan gan man

જન ગન મન નોબેલ પુરસ્કાર વિજેતા રવીન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવેલા બંગાળી હેમ ભરોતો ભાગ્ય બિધાતા નું પહેલું છંદ છે. આ ગીતનું થોડું અલગ વર્ઝન 1941 માં સુભાષચંદ્ર બોઝની ભારતીય રાષ્ટ્રસેના દ્વારા ગાવામાં આવ્યું અને ત્યારથી તે ભારતભરમાં પ્રખ્યાત થયું. 

National Anthem : 24 જાન્યુઆરી 1950 ના રોજ દેશના રાષ્ટ્રગીત તરીકે સ્વીકારવામાં આવ્યું

15 ઓગસ્ટ 1947 ના રોજ જ્યારે ભારતના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ લાલ કિલ્લાની પ્રાચીર પર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. તે સમયે આઈએનએના કેપ્ટન ઠાકુરી જેને શુભ સુખ ચેન વર્ઝનને સંગીત આપ્યું હતું તેણે પોતાના ઓરકેસ્ટ્રા ગ્રુપના સભ્યો સાથે લાલ કિલ્લા પરથી National Anthem જન ગણ મન પ્લે કર્યું હતું.

1533635041 3002

National Anthem જન ગન મન ને ભારતની સંવિધાન સભા દ્વારા પોતાના લાસ્ટ સેશનના છેલ્લા દિવસે એટલે કે 24 જાન્યુઆરી 1950 ના રોજ દેશના રાષ્ટ્રગીત તરીકે સ્વીકારવામાં આવ્યું હતું. National Anthem રાષ્ટ્રગીત પ્રત્યે સન્માન રાખવું ભારતમાં એક મૌલિક કર્તવ્ય છે. બંધારણના અનુચ્છેદ 51એ અનુસાર, ભારતના પ્રત્યેક નાગરિકનું એ કર્તવ્ય છે કે તે સંવિધાનનું પાલન કરે અને તેના આદર્શો, સંસ્થાનો, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનું સન્માન કરે. 

jan gan man lyrics

રવીન્દ્રનાથ ટાગોરની રચના બાંગ્લાદેશનું National Anthem રાષ્ટ્રગીત પણ બની છે. અમાર સોનાર બાંગલા બાંગ્લાદેશી ગીત છે. 1905 માં અંગ્રેજ દ્વારા બંગાળનું વિભાજન કરવાના વિરોધમાં તેને લખવામાં આવ્યું હતું. આ સિવાય આનંદ સમરકૂન દ્વારા લેખિત શ્રીલંકાનું શ્રીલંકા મઠ પણ ટાગોરની રચનાથી પ્રભાવિત હતું. કેટલાક લોકોનું માનવું છે કે ટાગોરે જ તેને લખ્યું હતું. તેમના અનુસાર ભારત, બાંગ્લાદેશ અને શ્રીલંકાના રાષ્ટ્રગીત National Anthem ના કવિ રવીન્દ્રનાથ ટાગોર છે.

તમે આ પણ વાંચી શકો છો

‘ભારત જોડો યાત્રા’ની તર્જ પર રાહુલની ‘ભારત ન્યાય યાત્રા’; 14 જાન્યુઆરીથી શરૂ, જાણો ક્યાં રાજ્યોમાંથી થશે પસાર