રિલીઝ પહેલા આ સુપરસ્ટારની ફિલ્મની ટિકિટ બુકિંગ માટે લાગી લાંબી લાઈનો

2
75
LeoBookingsUpdate
LeoBookingsUpdate

Leo Booking : બોલિવૂડમાં શાહરૂખ ખાન અને સાઉથ ફિલ્મમાં સુપરસ્ટાર થલપથી વિજયનો જલવો જોવા મળે છે. 19 ઓક્ટોબરે રિલીઝ થનાર અભિનેતા વિજયની ફિલ્મની ટિકિટ બુકિંગ માત્ર ઓનલાઈન જ નહીં, પરંતુ ઑફલાઈન પણ રેકોર્ડ બનાવતી જોવા મળી રહી છે (#LeoBookingsUpdate). એવું અમે નહિ પરંતુ થીયેટરની બહાર ‘Leo’ ની ટિકિટ (Leo Booking) માટે જે રીતે પડાપડી થઇ રહી છે આ જોયા પછી ચાહકો કહી રહ્યા છે – “गदर मचने वाला है”

X એટલે કે ટ્વિટર પર એક સિનેમા હોલનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. જ્યાં ટિકિટ બુક કરાવવા માટે લોકોની ભારે ભીડ જોવા મળે છે. આ પોસ્ટ રાજ્યભરમાં લીઓ (Leo)ના બુકિંગ માટે ભારે ભીડ, ઉત્તેજના સાથે લખ્યું – ‘Crazy scenes from Thrissur Ragam’

ચાહકોની ઉત્તેજના અને કમાણીનો અંદાજ આ પોસ્ટ પરથી લગાવી શકાય છે. એડવાન્સ બુકિંગની વાત કરીએ તો બોક્સ ઓફિસ ટ્રેકર ‘સચનિલ્ક’ના રિપોર્ટ અનુસાર, સુપરસ્ટાર થલપથી વિજયની આ ફિલ્મ માટે  પહેલા દિવસે 1.2 કરોડ રૂપિયાનું એડવાન્સ બુકિંગ થયું છે, આ કમાણીમાં હજી પણ વધારો થશે. કારણ કે ફિલ્મના ટ્રેલરને ચાહકો તરફથી ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રીપોર્ટ મુજબ ‘લેઓ’ ની એડવાન્સ ટિકિટ (#LeoBookingsUpdate) 1500 રૂપિયામાં વેચાય રહી છે.

2 46

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા લિયોનું ટ્રેલર રિલીઝ કરવામ આવ્યું હતું, આ ટ્રેલર જે થિયેટરમાં  રિલીઝ થયું ત્યાં એકટર વિજયના ચાહકો આવેશમાં આવીને હંગામો મચાવ્યો હતો અને સિનેમાઘરોની સીટ સુધી તોડી દીધી હતી. ‘લીઓ’ સાથે સાઉથની કઈ અન્ય ફિલ્મો રિલીઝ થવાની છે તે જોવા – અહી કલિક કરો –

2 COMMENTS

Comments are closed.