ISRO On Glaciers Melting: ઈસરોએ હિમાલયને લઈને આપી ખતરાની વોર્નિંગ

0
70
ISRO On Glaciers Melting
ISRO On Glaciers Melting

ISRO On Glaciers Melting: સદિયોથી હિમાલય ભારતનો તાજ ગણાય છે. હિમાલય ભારતનો પ્રાકૃતિક પ્રહરી ગણાય છે, જોકે અત્યારના સમયમાં  જલવાયુ પરિવર્તન એક મોટો ખતરો બની ગયો છે, સાઈબેરિયાથી આવતા ઠંડા પવનોને રોકીને ભારતમાં એક અલગ જળવાયુ તંત્ર બનાવવામાં પણ હિમાલયની ભૂમિકા મહત્વની છે, પરંતુ ભારતીય અંતરિક્ષ અનસુંધાન સંગઠન (ISRO)નો નવો રિપોર્ટ આવ્યો છે જેમાં તે વાતનો ખુલાસો થયો છે કે ટૂંક સમયમાં જ ઉત્તરનો આ મસ્તક અને પ્રહરી દેશમાં પ્રલય માટે નિમિત બની શકે છે.

ISRO On Glaciers Melting

ISRO On Glaciers Melting:  હિમાલયના મોટા-મોટા ગ્લેશિયર અને બરફની ભેખડના કારણે ત્રીજો ધ્રુવ પણ કહેવામાં આવે છે. ISROએ ચેતવણી આપી છે કે ગ્લોબલ વોર્મિગના કારણે હિમાલયના આ ગ્લેશિયર ઝડપથી ઓગળી રહ્યાં છે. ISROએ સોમવારે કહ્યું કે, દશકાઓની ઉપગ્રહ ઈમેજનું વિશ્લેષણ કરનાર નવી શોધથી ખ્યાલ આવ્યો છે કે ભારતીય હિમાલય ક્ષેત્રમાં ગ્લેશિયર ખતરનાક રીતે ઓગળી રહ્યાં છે, જેનાથી હિમાલયી વિસ્તારમાં  હિમનદીઓ વધી રહી છે.

ISRO On Glaciers Melting

ISRO On Glaciers Melting:  વધતા સરોવરો ખતરાની ઘંટડી

ISROના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 1984થી 2023 સુધી ગ્લેશિયર્સના સેટેલાઈટ ડેટા છે જેમાં તે વાત સામે આવી છે કે 2016-17માં વેલીમાં 10 હેક્ટરથી મોટી હિમનદીઓ કુલ 2,341 હતી. 1984 પછી આ ક્ષેત્રમાં આશ્રર્યજનક રીતે 676 સરોવર બની ગયા છે. જેમાં 130 સરોવર ભારતની અંદર છે. જેમાં 65 સિંધુ બેસિનમાં, સાત ગંગા વેલીમાં અને 58 બ્રહ્મપુત્ર બેસિનમાં છે.

ISRO On Glaciers Melting

ISRO On Glaciers Melting:  ISROના સ્ટડી રિપોર્ટમાં કહેવાયું છે કે આ સરોવર આશ્ચર્યજનક રીતે ફેલાવો થઈ રહ્યો છે. 601 સરોવરનો આકાર ડબલથી પણ વધુ થઈ ગયો છે,જ્યારે 10 સરોવર 1.5થી 2 ગણા થઈ ગયા છે. આ ઉપરાંત 65 સરોવર દોઢ ગણા થયા છે. વિશ્લેષણમાં તે વાત પણ સામે આવી છે કે અનેક સરોવર હિમાલયની અત્યાધુનિક ઉંચાઈ પર સ્થિત છે. જેમાં 4000-5000 મીટરની ઉંચાઈ પર લગભગ 314 સરોવર છે જ્યારે 5000 મીટરની ઉંચાઈએ 296 હિમનદીઓ છે.

ISRO On Glaciers Melting

રિપોર્ટમાં કહેવાયું છે કે જેમ જેમાં ગ્લેશિયર ઓગળી રહ્યાં છે, તેનાથી બનતા સરોવરના આકાર ઝડપથી વધી રહ્યાં છે. જે મોટા પાયે પર્યાવરણીય પરિવર્તનોના સંકેત આપે છે. હિમનદી સરોવરનો વ્યાપ વધવાથી તેમાં મોટા પ્રમાણમાં પાણી આવવાથી તેના ફાટવાના ખતરાઓ વધ્યા છે. જ્યારે આવા સરોવર ફાટે છે તો પર્વતીય ક્ષેત્રોમાં વિનાશકારી પૂર આવે છે. હાલના વર્ષોમાં ઉત્તરાખંડમાં આ પ્રકારના પૂર જોવા મળ્યા છે, જેમાં મોટા પાયે જાનમાલનું નુકસાન થયું હતું.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો