Geniben Thakor :  ગેનીબેન ઠાકોરનું નામ જાહેર થાય એ પહેલા જ શરુ કર્યો પ્રચાર.. કહ્યું  મારા  બે દિવસના રૂડા પ્રસંગ તમે સાચવજો

0
418
Geniben Thakor
Geniben Thakor

Geniben Thakor :  હજુ કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે  ગુજરાતના ઉમેદવારોના નામની જાહેરાત કરી નથી. પરંતુ વાવના કોંગ્રેસના ધારાસભ્ય અને બનાસકાંઠા લોકસભાના સંભવિત ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ટિકિટ મળે તે પહેલા જ પ્રચાર શરૂ કર્યો છે. સંભવિત ઉમેદવાર ગેનીબેન ઠાકોરે દેશી ભાષામાં પોતાને મત આપવા લોકોને અપીલ કરી છે. જેનો વિડીઓ હાલ વાયરલ થઇ રહ્યો છે.  

Geniben Thakor

Geniben Thakor: કોંગ્રેસે થોડા દિવસો પહેલા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. પ્રથમ યાદીમાં કોંગ્રેસે 39 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી ત્યારે હવે એવી માહિતી સામે આવી છે કે આજે અથવા આવતી કાલે કોંગ્રેસ ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરી શકે છે. કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામને લઈ મંથન કરવામાં આવી ગયું છે. માત્ર જાહેરાત કરવાની બાકી છે અને એ જાહેરાત થોડા કલાકોની અંદર થઈ શકે છે તેવી માહિતી મળી છે. બીજી યાદીમાં ગુજરાતના ઉમેદવારોના નામની પણ જાહેરાત થઈ શકે છે. 24 બેઠકોમાંથી આ યાદીમાં 8થી 10 ઉમેદવાર હોઈ શકે છે. ગુજરાતની વાત કરીએ તો એવું માનવામાં આવી રહ્યું છે કે ધારાસભ્યોને જ કોંગ્રેસ લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર ઘોષિત કરી શકે છે.

Geniben Thakor

Geniben Thakor: એક તરફ ચર્ચાઓ ચાલી રહી છે કે ગુજરાતની બેઠકો માટે નામની જાહેરાત થઈ શકે છે તો બીજી તરફ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો હોય તેવું લાગે છે. ગેનીબેન ઠાકોર બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર હોઈ શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે. થોડા સમય પહેલા તેમણે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે ફરી એક વખત ગેનીબેન ઠાકોરે ચૂંટણીને લઈ હુંકાર ભર્યો છે. મહત્વનું છે કે જો કોંગ્રેસ ગેનીબેન ઠાકોરને ચૂંટણી મેદાનમાં બનાસકાંઠાથી ઉતારે તો ત્યાં મહિલા Vs મહિલાનો જંગ જોવા મળી શકે છે. ભાજપે ત્યાં માટે રેખાબેન ચૌધરીને ઉમેદવાર બનાવ્યા છે. 

Geniben Thakor:  મારા આ બે દિવસના રૂડા પ્રસંગ તમે સાચવજો : ગેનીબેન

સોશિયલ મીડિયા પર એક વીડિયો ગેનીબેન ઠાકોર (Geniben Thakor) નો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે લોકોને અપીલ કરી રહ્યા છે. જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં ગેનીબેન લોકોને કહી રહ્યા છે કે  “આપણી પાસે ક્યાં મોટી મોટી ગાડીઓ છે, તમારી પાસે જે હોય તે લઇને આવજો. આપણી પાસે હોન્ડા હોય તો હોન્ડા લઇને આવજો, રિક્ષા હોય તો તે લઇને આવજો, ટ્રેક્ટર હોય તો ટ્રેક્ટર લઇને આવજો. બધા બહેનોને પણ લાવજો.

આપણે ઢોલનગારા સાથે ફોર્મ ભરવાનું છે ઢીલું-પોચું નથી ભરવાનુ.” તે ઉપરાંત તેમણે કહ્યું કે “મામેરામાં હું તમારી પાસે પૈસા, હીરા, મોતી નથી માંગતી ફક્ત બે જ દિવસ માંગુ છું. પહેલા દિવસે તેમે કડેધડે ફોર્મ ભરવા આવો અને એક દિવસ તમે મતદાન કરવા આવો ત્યારે 80થી 90 ટકા મતદાન થાય. મારા આ બે દિવસના રૂડા પ્રસંગ તમે સાચવજો.” ત્યારે જોવું રહ્યું કે કોંગ્રેસ બનાસકાંઠાથી Geniben Thakorને ઉમેદવાર બનાવે છે કે કોઈ બીજાને..

Geniben Thakor

મહત્વનું છે કે ગુજરાત માટે કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. 26માંથી 24 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી લડશે જ્યારે બે બેઠક પરથી આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારને ઉતારશે. આમ આદમી પાર્ટીએ ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવાના નામની જાહેરાત કરી દીધી છે તો ભાવનગરથી ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરી છે. ગુજરાત માટે કોંગ્રેસે 24 બેઠકોમાંથી એક પણ બેઠક માટે ઉમેદવાર નથી ઘોષિત કર્યા.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો