ED Arrest kejriwal :  અરવિંદ કેજરીવાલે સુપ્રીમમાંથી અરજી પરત ખેંચી, દેશભરમાં આપ કાર્યકરોનું વિરોધ પ્રદર્શન  

0
287
ED Arrest kejriwal  
ED Arrest kejriwal  

ED Arrest kejriwal  : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી નહીં થાય. દિલ્હીના મુખ્યમંત્રીએ EDની ધરપકડ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજી પાછી ખેંચી લીધી છે. નીચલી કોર્ટમાં કેસની સુનાવણી હોવાથી તેણે પોતાની અરજી પાછી ખેંચી લીધી છે.

ED Arrest kejriwal  : લિકર પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ  પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યા બાદ EDની ટીમ ગુરુવારે મોડી સાંજે અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી. લગભગ 2 કલાકના દરોડા અને પૂછપરછ બાદ તપાસ એજન્સીએ દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડ કરી હતી. આ કેસમાં ED શુક્રવારે અરવિંદ કેજરીવાલને કોર્ટમાં રજૂ કરશે અને પૂછપરછ માટે તેમની કસ્ટડીની માંગણી કરશે.

ED Arrest kejriwal  

બીજીબાજુ આજે આમ આદમી પાર્ટી દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે, દિલ્હી સરકારના મંત્રીઓ આતિશી અને સૌરભ ભારદ્વાજ ITO ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું, વિરોધ કરી રહેલા AAP કાર્યકરોને દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધા છે 

ED Arrest kejriwal: ડીએમકેના નેતાઓએ કેજરીવાલની ધરપકડનો વિરોધ કર્યો  

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ સામે ચેન્નાઈમાં ડીએમકેના નેતાઓ અને કાર્યકરો વિરોધ કરી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સમર્થનમાં તેમની પાર્ટીના વિરોધ દરમિયાન ડીએમકેના નેતા દયાનિધિ મારને કહ્યું, “અમે અરવિંદ કેજરીવાલની ધરપકડની નિંદા કરીએ છીએ.”

ED Arrest kejriwal: પોલીસે આતિશી અને અન્ય પ્રદર્શનકારીઓની અટકાયત કરી

ITO ખાતે  દિલ્હી સરકારના મંત્રીઓ આતિશી અને સૌરભ ભારદ્વાજ સાથે વિરોધ કરી રહેલા AAP કાર્યકરોને દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધા છે.  

 ED Arrest kejriwal : મની લોન્ડરિંગ કેસ શું છે?  

ED Arrest kejriwal  

 ગેરકાયદેસર રીતે કમાયેલા પૈસા છુપાવવાને મની લોન્ડરિંગ કહેવાય છે. આ એક ગેરકાયદેસર પ્રક્રિયા છે જે કાળા નાણાને સફેદ નાણાંમાં ફેરવે છે. જે વ્યક્તિ આ નાણાંની ઉચાપત કરે છે તેને લોન્ડર કહેવામાં આવે છે.આમ આદમી પાર્ટી સરકારના ત્રણ મંત્રીઓ પહેલાથી જ આ કાયદા હેઠળ સજા ભોગવી રહ્યા છે. જેમાં પૂર્વ મંત્રી મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનના નામ સામેલ છે. આ બંને પીએમએલએ હેઠળ જેલમાં છે. તે જ સમયે, AAP નેતા સંજય સિંહની પણ PMLAમાં ધરપકડ કરવામાં આવી હતી અને તે જેલમાં છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો