CENTURY

0
42

#

વિરાટ કોહલી ટૂર્નામેન્ટમાં સૌથી વધુ કેચ લેનારો ત્રીજો ખેલાડી બની ગયો છે. રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલ મેચમાં કોહલીએ આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. દેવદત્ત પડિક્કલની વિકેટથી કોહલીની આ સદી પૂર્ણ થઈ હતી. વિરાટે 230 મેચમાં 100 કેચ પૂરા કર્યા હતા.એક ફિલ્ડર તરીકે ભૂતપૂર્વ ભારતીય ખેલાડી સુરેશ રૈનાએ IPLમાં સૌથી વધુ 109 કેચ પકડ્યા છે. રૈનાએ આ કેચ 205 મેચમાં લીધા છે. બીજી તરફ સૌથી વધુ કેચ લેવાના મામલે કિરોન પોલાર્ડ બીજા ક્રમે છે. તેણે તેની IPL કારકિર્દીની 189 મેચોમાં કુલ 103 કેચ લીધા છે. આ સિવાય વિરાટ કોહલી 101 કેચ સાથે ત્રીજા નંબર પર આવી ગયો છે.