વિદ્યાના ધામમાંથી ગાંજાનું વાવેતર

0
57

રાજ્યમા નશાકારક પદાર્થો પર પ્રતિબંધ હોવા છતાં મારવાડી યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે મારવાડી યુનિવર્સિટીમાંથી ગાંજો પકડાતા ચકચાર મચી જવા પામી છે.વિદ્યાના ધામમાંથી ગાંજાનું વાવેતર મળી આવતા હડકંપ મચ્યો હતો. મારવાડી યુનિવર્સિટી અને કોલેજમાં અંદાજિત 10 હજારથી વધુ વિદ્યાર્થી અભ્યાસ કરે છે.અને યુનિવર્સિટીની હોસ્ટેલમાં પણ રહે છે. નશાકારક પદાર્થો પર પ્રતિબંધ હોવા છતા ગાંજાનું વાવેતર મળતા પોલીસની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉઠ્યા હતા. બોયઝ હોસ્ટેલની બાજુમાંથી સુકો ગાંજો તેમજ લીલા ગાંજાના છોડવા મળી આવ્યા હતા. જો કે આ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ માટે મારવાડી યુનિવર્સિટીમાં પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.