પહેલી મહિલા રીક્ષા ડ્રાઈવર,જે મેળવી ચુકી છે લિમ્કા બુક માં સ્થાન

0
52

રીક્ષા થી લઇ મેટાડોર પણ ચલાવી શક્યા શીલા દાવરે

સતત 13 વર્ષ સુધી કરેલું ડ્રાઈવિંગ આવ્યું કામ

કહેવાય છે કે “ સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય” આ કહેવત ને શીલા દાવરે સાકાર કરી બતાવી છે.શીલા દાવર મહારાષ્ટ્ર ના પરભાણી ગામ ના રહેવાસી છે.શીલા ખુબ જ ગરીબ પરિવાર માં મોટી થઇ છે અને તેના માતા –પિતા ઈચ્છતા હતા કે તેના  લગ્ન કરાવી તેને સાસરીયે મોકલી દેવામાં આવે પરંતુ તેના સપના  તો કંઇક અલગ જ હતા.તેને ફક્ત 18 વર્ષ ની ઉમર માં જ ઘર છોડી દીધું અને પુણે જતી  રહી અને ત્યાં તેણે ડ્રાઈવર તરીકે કામ ચાલુ કર્યું. જયારે પણ કોઈ ડ્રાઈવર રજા પર હોય તે તરત જ રીક્ષા ચલાવા લગતી.શીલા એક ઓટો રીક્ષા પણ ભાડે લેવા માંગતી હતી,પરંતુ કોઈ પણ વ્યક્તિ તેને ભાડે રીક્ષા આપવા માંગતું નહોતું,અને આખરે તેણે પુણે ના મહિલા સ્વસહાય ગ્રુપ ની મદદ લીધી આની મદદ થી જયારે પણ ઓટો ડ્રાઈવર રજા પર હોય તેને તરત જ રીક્ષા ચલાવાનો મોકો મળી જતો. આમ શીલા એ ધીમે ધીમે તેમાંથી બચત કરવાની શુરુઆત કરી અને તે પૈસા માંથી તેણે એક મોટો ઓટો ખરીદ્યો.ત્યાર બાદ તેઓ  શિરીષ કાંમબલે  ને મળ્યા જેઓ એક ડ્રાઈવર હતા અને તમને શીલા ના જુસ્સા ને જોઈ ને શક્ય એટલી મદદ કરી અને બાદ માં બંને એ લગ્ન પણ કરી લીધા.

આમ શીલા હંમેશા સિદ્ધિઓ મેળવતી જ રહી છે અને તેને લિમ્કા બૂક ઓફ વલ્ડ રેકોર્ડ માં પણ સ્થાન મળ્યું છે.એટલું જ નહિ આપણા પ્રધાનમંત્રી દ્વારા તેને #ભારત કી લક્ષ્મી માં પણ જોવા મળી.આમ પુરુષ પ્રધાન દેશ માની ને ચાલનારા લોકો ને શીલા એ  વિચારતા કરી દીધા છે.