વિવાદ અને વિરોધ પછી આદિપુરુષ ફિલ્મના વિવાદિત ડાયલોગ બદલાશે

0
67
આદિપુરુષ વિરોધ અને વિવાદ
આદિપુરુષ વિરોધ અને વિવાદ

આદિપુરુષ ફિલ્મ શરુઆતથી જ વિરોધ અને વિવાદમાં રહી,,ક્યારેક ફિલ્મના પોસ્ટર ઉપર લોકો ભડક્યા તો ક્યાંરેક તેના ટ્રેલરને લઇને હવે ફિલ્મ રિલીઝ થયુ તો તેના વિવાદીત ડોયલોગ્સને લઇને વિરોધ અને વિવાદ થયું, આદિપુરુષ ફિલ્મ આમ તો રામાયણ થીમ થી લેવાઇ છે, પણ જે રીતે મોંધી ફિલ્મ હોવા છતાં તેમાં તથ્યો સાથે છેડછાડ થયો તેનાથી આદિપુરુષ ફિલ્મ સામે વિવાદ અને વિરોધ શરુ થયો હતો હવે ફિલ્મ મેકર્સે આદિપુરુષ ફિલ્મના વિવાદિત ડાયલોગ્સ બદવાનો નિર્યણ ક્યો છે,

સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને ક્રિતિ સેનન સ્ટારર ફિલ્મ ‘આદિપુરુષ’એ સોશ્યલ મીડિયા પર હોબાળો મચાવી દીધો છે.  ચારેબાજુ માત્ર આ ફિલ્મની જ ચર્ચા થઇ રહી છે. આ ફિલ્મની રાહ ચાહકો ખુબ લાંબા સમયથી જોઈ રહ્યા હતા, પરંતુ જયારે આ ફિલ્મ રિલીઝ થઇ ત્યારે ફિલ્મ જોવા ગયેલા દર્શકોનું કંઈ અલગ જ રીએક્શન જોવા મળ્યું હતું. મહાકાવ્ય ‘રામાયણ’ના પાત્રો અને ઘટનાઓને ફિલ્મમાં ખોટી રીતે બતાવવું ફિલ્મના મેકર્સ ને ભારે પડ્યું હતું જે બદલ દર્શકો ફિલ્મ સામે નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે. આ ફિલ્મના સંવાદો અને પાત્રોને રજૂ કરવાની રીતથી સોશ્યલ મીડિયામાં આ ફિલ્મ ભયંકર રીતે ટ્રોલ થઈ રહી છે. જે બાદ મનોજ મુન્તશીરે ફિલ્મની ટીકા વચ્ચે કહ્યું-આદિપુરુષના વિવાદાસ્પદ સંવાદો બદલવામાં આવશે. તેમણે ટ્વીટ કરીને આ માહિતી આપી

આદિપુરુષના ડાયલોગને લઇને થયો છે વિવાદ

આદિપુરુષ ફિલ્મના વિવાદિત ડાયલોગ ખૂબ ટ્રોલ થઇ રહ્યા છે. જે બાદ મનોજ મુન્તાશીરે ટ્વીટ કરીને આ જાણકારી આપી કે, આ વિવાદિત ડાયલોગને એડિટ કરીને આ  જ અઠવાડિયમાં ફિલ્મમાં ઉમેરી બદલાવ કરવામાં આવશે.

600 કરોડના બજેટમાં તૈયાર થઇ છે ફિલ્મ

પ્રભાસની આ ફિલ્મમાં સેફ અલી ખાન અને કૃતિ સેનનની મુખ્ય ભુમિકા રહેલી છે. આ ફિલ્મનું બજેટ લગભગ 600 કરોડ રુપિયા હતું. જો કે એક જ દિવસમાં શેરના ભાવમાં 50 રુપિયાથી વધારેનો ઘટાડો જોવા મળ્યો છે. 

પીવીઆરના શેરમાં પણ 3% નો ઘટાડો

આદિપુરુષ રિલીઝના પહેલા જ દિવસે પીવીઆર – આઈનોક્સના શેરમાં 3 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. બીએસઈ પર કંપનીના શેર શુક્રવાર ના રોજ 1513.95 રુપિયા ખુલ્યો હતો. જ્યારે બંદ 1450.45 રુપિયા પર થયો હતો. આ રીતે શેરના ભાવમાં 3.31 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જો આદિપુરુષ ફિલ્મ બોક્સ ઓફિસમાં જ આ રીતે રહે તો એક્સપર્ટના કહેવા પ્રમાણે પીવીઆર-આઈનોક્સના શેરમાં હજુ પણ ઘટાડો આવી શકે છે. જો ઘણા લાંબા સમયથી બોલીવુડની ફિલ્મોનું બોક્સ ઓફિસમાં સામાન્ય અથવા તેનાથી નીચે પ્રદર્શન રહ્યુ છે. 

4000 સ્ક્રીન પર રિલીઝ થઈ ફિલ્મ

આદિપુરુષનું આમ તો કેટલીયે ભાષામાં રિલીઝ થઈ છે. પરંતુ હિન્દી ભાષામાં જ તેની 4000 સ્ક્રીન પર લોન્ચ કરવામાં આવી છે.  આવામાં આદિપુરુષની બોક્સ ઓફિસમાં ભારે કલેક્શનની આશા રહેલી છે. મોટા બજેટ સાથે બનેલી આ ફિલ્મનું બોક્સ ઓફિસમાં રિલીઝથી પહેલા જ તેની એડવાન્સ બુકિંગ ટિકિટો ભારે માત્રામાં બુકિંગ થઈ હતી. 

રામમાનંદ સાગરની રામાયણ લોકોએ યાદ કરી

આદિપુરુષ ફિલ્મનો વિરોધ અને  વિવાદ જ્યારે દેશભરમાં ચાલી રહ્યુ છે ત્યારે રામાયણ સિરિયલમાં રામનો પાત્ર ભજવનાર અરુણ ગોવિલે આદિપુરુષ ફિલ્મની ટિકા કરી છે, હિન્દુ સેનાએ  ફિલ્મ ઉપર પ્રતિબંધ લગાવવાની માંગ કરતી અરજી દિલ્હી હાઇકોર્ટમાં કરી છે, તો છત્તિસગઢના સીએમ ભુપેશ બઘેલ આદિપુરુષ ફિલ્મનો વિરોધ કર્યો છે, અને છત્તિસગઢમાં પ્રતિબંધ લગાવવાની વાત કરીતો દેશના અનેક સંતો પણ આ ફિલ્મ ઉપર ભડક્યા છે,