શરમ કરો સરકાર !! તમારા વિકસિત ગુજરાતમાં આટલા બધા કુપોષિત બાળકો  

0
245
કુપોષિત બાળકો
કુપોષિત બાળકો

Malnourished Children   : વિકસિત ગુજરાતની વાતો વચ્ચે કુપોષિત બાળકોના ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. ગુજરાતના 33 જિલ્લામાંથી 29 જિલ્લાના પાંચ લાખ 28 હજાર 653 બાળકો કુપોષિત છે, જેમાં દાહોદ જિલ્લામાં સૌથી વધુ બાળકો નોંધાયા છે. ચાર જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો થયો છે. 

કુપોષિત બાળકો

ગુજરાતનું વર્ષ 2024-25 નું બજેટ રજૂ થયા બાદ ત્રણ દિવસ વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન વિવિધ પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રાજ્યમાં 31 જીલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા સામે આવવા પામી હતી. વિધાનસભામાં સરકારે રજૂ કરેલા જવાબમાં કુપોષિત બાળકોની સંખ્યા સામે આવી હતી. રાજ્યમાં 31 જીલ્લામાં 5 લાખ 70 હજાર 330  કુપોષિત નોંધાયા હતા.

ગુજરાતના કુપોષિત બાળકોના આંકડા ચોંકાવનારા

કુપોષિત બાળકો

ગુજરાતમાં પહેલી ફેબ્રુઆરીથી વિધાનસભાનું સત્ર શરુ થયુ છે. ત્યારે આજે ગૃહમાં ગુજરાતમાં આ અંગેના આંકડા વિશે સવાલ કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં મહિલા અને બાળ કલ્યાણ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ લેખિત જવાબ રજૂ કર્યો હતો. આ રજૂ કરાયેલા આંકડા ચોંકાવનારા છે. ગુજરાતના 33 જિલ્લામાંથી 29 જિલ્લાના 5 લાખ 28 હજાર 653 બાળકો કુપોષિત છે. જેમાંથી અતિ ઓછા વજનવાળા એક લાખ 18 હજાર 104 બાળકો છે. 

સૌથી વધુ દાહોદમાં જ્યારે સૌથી ઓછા નવસારીમાં કુપોષિત બાળકો

કુપોષિત બાળકો

રાજ્યમાં સૌથી વધુ  51 હજાર 321 બાળકો દાહોદમાં નોંધાયા છે જ્યારે નવસારીમાં 1548 બાળકો નોંધાયા છે જે રાજ્યમાં સૌથી ઓછા નોંધાયા છે. રાજ્યના ચાર જિલ્લામાં કુપોષણના 16069 બાળકો વધ્યા છે. આ ઉપરાંત અમદાવાદમાં 3516 કુપોષિત બાળકોનો વધારો થયો છે.

ગૃહમાં રજૂ કરાયેલા આંકડાઓમાં 29 જિલ્લામાંથી 24 જિલ્લામાં કુપોષણના દરમાં સુધારો જોવા મળ્યો છે, જેમાં રાજ્યમાં 97 હજાર 840 બાળકો કુપોષણમાંથી બહાર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મહિલા અને બાળ કલ્યાણ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ વિધાનસભા ગૃહમાં લેખિત જવાબ આપ્યો છે. 

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने