સમગ્ર રાજ્યમાં હાલમાં રોગચાળો વકર્યો છે… રોગચાળાના કેસોમાં વધારો થતા આરોગ્ય વિભાગ પણ એલર્ટ થઇ ગયું છે.. સુરતમાં રોગચાળો પણ વધ્યો છે. સુરતમાં ઝાડા-ઉલટીના કેસોમાં વધારો થયો છે..
સુરતમાં ઝાડા-ઉલટીના કારણે વધુ એક મહિલાનું મોત થયું છે. આ સાથે જ રોગચાળાના કારણે કુલ મૃત્યુઆંક વધીને 36 પર પહોંચી ગયો છે. તે ઉપરાંત વડોદરામાં પણ ડેન્ગ્યુના કેસોમાં વધારો થયો છે. ડેન્ગ્યુના કેસોમાં વધારો નોંધાતા હાલમાં વડોદરા કોર્પોરેશન દ્વારા તમામ સાવચેતીના પગલા ભરવામાં આવ્યા છે..
અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં પણ રોગચાળો વકર્યો છે…
છેલ્લા એક મહિનાથી રાજ્યમાં વરસાદ નથી વરસી રહ્યો તે છતાં પણ અમદાવાદમાં પાણીજન્ય રોગચાળાના કેસોમાં વધારો થયો છે. ખાસ કરીને ઝાડા-ઉલટી,કમળો ડેન્ગ્યુ જેવા કેસોમાં વધારો થયો છે.
અમદાવાદમાં ડેન્ગ્યુના કેસો ટોચ પર પહોંચી ગયા છે. જુલાઈ મહિનાની સરખામણીમાં ડેન્ગ્યુના કેસોમાં વધારો થયો છે. જુલાઈ મહિનામાં ડેન્ગ્યુના ૨૦૧ કુલ કેસ નોંધાયા હતા. ત્યારે ચાલુ મહિનાના 26 દિવસમાં જ ડેન્ગ્યુના ૬૧૭ કેસ નોંધાઈ ગયા છે.
ડેન્ગ્યુના કેસોની વાત કરીએ તો 75 ટકા ડેન્ગ્યુના કેસ 15 વર્ષથી વધુ વયના લોકોમાં જોવા મળ્યા છે…. ત્યારે 15 જેટલા બાળકો પણ ડેન્ગ્યુનો શિકાર છે.
ચાલુ મહિનામાં નોંધાયેલા રોગચાળાના આંકડા પર નજર કરીએ તો,
ડેન્ગ્યુના ૬૧૭ કેસ
સાદા મલેરિયાના ૧૭૪ કેસ
ઝેરી મલેરિયાના 8 કેસ
ચિકનગુનિયાના 10 કેસ
ઝાડા-ઉલટીના ૭૩૫ કેસ
ટાઈફોઈડના ૬૨૭ કેસ
કમળાના ૧૭૨ કેસ
અને કોલેરાના 23 કેસ નોંધાયા છે. પાણીજન્ય રોગચાળા વિષે માહિતી મેળવવા માટે નિહાળો આ કાર્યક્રમ….
આ કાર્યક્રમને આપ ફેસબુકમાં પણ નિહાળી શકો છો…
આ ઉપરાંત આપ ઝાડા-ઉલટી અંગે પણ ડોક્ટર પાસેથી માહિતી મેળવી શકો છો.