ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરના નિવાસની બહાર વિરોધ

0
156
ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરના નિવાસની બહાર વિરોધ
ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરના નિવાસની બહાર વિરોધ

ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરના નિવાસની બહાર વિરોધ

ધારાસભ્ય બચ્ચુ કડુ  અને અને તેમના સમર્થકોનો વિરોધ

 પોલીસે કરી ધારાસભ્યની અટકાયત   

ઓનલાઈન ગેમ્સની જાહેરાત કરવાનું બંધ કરવા માંગ

ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર ના નિવાસની બહાર વિરોધ કરવામાં આવ્યો. ધારાસભ્ય બચ્ચુ કડુ અને તેમના સમર્થકો ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરના બાંદ્રા નિવાસની બહાર ઑનલાઇન ગેમિંગ માટેની જાહેરાતને લઈને વિરોધ પ્રદર્શન કર્યો હતો.ઘટનાની જાળ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.   જોકે થોડા સમય બાદ પોલીસ બચ્ચુ કડુ અને તેમના સમર્થકોની અટકાયત કરીને પોલીસ તેમને ત્યાંથી  લઈ ગઈ હતી. ઓનલાઈન ગેમ્સની જાહેરાત કરવા બદલ ચસિન તેંડૂલકરનો વિરોધ કરવામાં આવ્યો હતો. અને  ઓનલાઈન ગેમ્સની જાહેરાત કરવાનું બંધ કરવા માંગ કરવામાં આવી હતી.

વિરોધીઓએ સચિનના આવાસની બહાર સૂત્રોચ્ચાર પણ કર્યા    

તેંડુલકરે ભારત રત્ન પરત કરવો જોઈએ : બચ્ચુ કડુ 

વિરોધીઓએ સચિનના આવાસની બહાર સૂત્રોચ્ચાર પણ કર્યા અને તેમને ભારત રત્ન એવોર્ડ પરત કરવાની માગણી કરી. તેણે દિગ્ગજ ક્રિકેટર પર આરોપ લગાવ્યો છે કે સચિન આવી ઓનલાઈન ગેમ્સને સપોર્ટ કરી રહ્યાં છે, જે યુવાનોને બરબાદ કરી શકે છે.મીડિયા સાથે વાત કરતા કડુએ કહ્યું, ‘સચિન તેંડુલકરને ભારત રત્ન પરત કરવો જોઈએ. જો તેઓ ઓનલાઈન ગેમ્સની જાહેરાત કરવાનું બંધ નહીં કરે તો અમે દરેક ગણપતિ પંડાલની બહાર વિરોધ કરીશું જ્યાં આ જાહેરાત બતાવવામાં આવશે.કાડુ પ્રહર જનશક્તિના ધારાસભ્ય છે, જે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની પાર્ટીને સમર્થન આપે છે. તેમણે વહેલી તકે જાહેરાતો દૂર કરવાની માંગ કરી છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ