ભારતમાં દર વર્ષે 29 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતીય હોકીના દિગ્ગજ ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતીની ઉજવણી માટે રાષ્ટ્રીય રમત દિવસ ઉજવવામાં આવે છે. 29 ઓગસ્ટના દિવસે રાષ્ટ્રીય રમત દિવસ પર દેશ મહાન ઓલિમ્પિયન અને સર્વશ્રેષ્ઠ હોકી ખેલાડી મેજર ધ્યાનચંદને દરવર્ષે જન્મજયંતિ પર યાદ કરે છે. મહાન ખેલાડી મેજર ધ્યાનચંદનો જન્મ 29 ઓગસ્ટ, 1905ના રોજ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં થયો હતો. ધ્યાનચંદ 16 વર્ષની ઉંમરે ભારતીય સેનામાં જોડાયા . 1922માં તેમને ભારતીય સૈનિક તરીકે સેનામાં જોડાયા હતા. મેજર ધ્યાનચંદ શરૂઆતથી જ ખેલાડી હતા. તેમને સુબેદાર મેજર તિવારીથી હોકી રમવા માટે પ્રેરિત હતા. ધ્યાનચંદે તેમની દેખરેખ હેઠળ હોકી રમવાનું શરૂ કર્યું હતું. ધ્યાનચંદ માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વમાં મહાન હોકી ખેલાડી હતા.
મેજર ધ્યાનચંદે વર્ષ 1928, 1932 અને 1936 માં ઓલિમ્પિક્સમાં વિજય સાથે ભારતને સુવર્નીણ ચંદ્રકની હેટ્રિક આપી હતી. મેજર ધ્યાનચંદ માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વમાં એક મહાન હોકી ખેલાડી હતા. મેજર ધ્યાનચંદે 1928 (એમ્સ્ટરડેમ), 1932 (લોસ એન્જલસ) અને 1936 (બર્લિન) સમર ઓલિમ્પિકમાં વિજય સાથે ભારતને ગોલ્ડ મેડલની હેટ્રિક તરફ દોરી હતી. ધ્યાનચંદે ત્રણ ઓલિમ્પિક રમતોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. ભારતે વર્ષ 1932માં 37 મેચમાં 338 ગોલ કર્યા હતા, જેમાંથી ધ્યાનચંદે એકલા 133 ગોલ કર્યા હતા. દિવસે 29 ઓગસ્ટ રમત જગતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા ખેલાડીઓને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવે છે. આ સન્માનમાં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન, ધ્યાનચંદ એવોર્ડ અને દ્રોણાચાર્ય એવોર્ડ આપવામાં આવે છે. આ ઉપરાંત તેનઝિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ, અર્જુન એવોર્ડ પણ આપવામાં આવે છે.
દર્શક મિત્રો હોકીના જાદુગર મેજર ધ્યાનચંદનને તેમની જન્મજયંતિ પર આજે યાદ કરીએ અને મહાન ખેલાડીને નમન કરીએ .. મિત્રો ઓફબીટમાં પ્રેરણાત્મક જાણકારી તમને કેવી લાગી અમને જણાવી શકો છે. સતત સમાચારની અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલ તથા વેબ સાઈટ સબ્સક્રાઇબ,લાઇક અને શેર કરી શકો છો, ફેસબુક ઉપર પણ લાઇક કરી શકો છો, વી. આર. લાઇવના ખાસ કાર્યક્રમ ઓફબીટમાં ફરી મળીશું પ્રેરણાદાયી વાત સાથે. જોતા રહો અમારી web site . રાષ્ટ્રીય રમત દિવસની શુભ કામનાઓ