કર્ણાટકમાં ખેડૂતોનો વિરોધ પ્રદર્શન

0
63
કર્ણાટકમાં ખેડૂતોનો વિરોધ પ્રદર્શન
કર્ણાટકમાં ખેડૂતોનો વિરોધ પ્રદર્શન

કર્ણાટકમાં ખેડૂતોનો વિરોધ પ્રદર્શન

કર્ણાટકના મંડ્યામાં ખેડૂતોએ વિરોધ કર્યો

કાવેરીનું પાણી તમિલનાડુમાં છોડવામાં આવતા રોષ

કર્ણાટકમાં ખેડૂતોએ કાવેરી જળ વિવાદ અંગે વિરોધ પ્રદર્શન કર્યું હતું પ્રદર્શનકાવેરી વોટર ડિસ્પ્યુટ ટ્રિબ્યુનલ (CWDT) અને સુપ્રીમ કોર્ટના આદેશને પગલે કર્ણાટક સરકારે ગુરુવારે મંડ્યા જિલ્લાના KRS ડેમમાંથી તમિલનાડુમાં છોડવામાં આવતા પાણીના જથ્થામાં વધારો કર્યો છે. 80 થી વધુ દરવાજા ખોલ્યા  છે.ત્યારે ખેડૂતોએ કેઆરએસ ડેમ પાસે તંબુઓ લગાવી વિરોધ કર્યો છે.પાણી છોડવામાં આવતા કર્ણાટકમાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. કાવેરીનું પાણી તમિલનાડુને છોડવાના વિરોધમાં કર્ણાટકના મંડ્યામાં ખેડૂતોએ વિરોધ કર્યો  હતો…

ખેડૂત સંગઠનોએ વિરોધ ચાલુ રાખવા અને ભાવિ વ્યૂહરચના ઘડવા માટે મહત્વની બેઠક યોજવાનું નક્કી કર્યું છે. ગુરુવારે નેતાઓ નિર્ણય જાહેર કરે તેવી શક્યતા છે. ખેડૂતોએ કેઆરએસ ડેમ પાસે તંબુઓ લગાવી વિરોધ કર્યો છે.માંડ્યા જિલ્લા રાયથા હિતરક્ષક સમિતિએ આંદોલનનું એલાન આપ્યું છે.સર્વોદય કર્ણાટક પાર્ટીના મેલુકોટના ધારાસભ્ય દર્શન પુટ્ટનૈયા પણ અનિશ્ચિત સમય માટે ધરણા કરી રહ્યા છે. તેમણે બુધવારે વિરોધ શરૂ કર્યો અને આખી રાત ખેડૂતો અને સમર્થકો સાથે બેસી રહ્યા.માંડ્યા શહેરમાં જિલ્લા કમિશનરની ઓફિસ પાસે પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.કન્નડ સંગઠનોએ પણ આંદોલનને સમર્થન આપ્યું છે.માંડ્યા જિલ્લાના શ્રીરંગપટ્ટનમ શહેરમાં ભૂમિતાયી હોરતા સમિતિ સાથે સંકળાયેલા ખેડૂતો અને કાર્યકરોએ કાવેરી નદીથી તાલુકા કાર્યાલય સુધી શર્ટલેસ વિરોધ કૂચ કાઢવાનો નિર્ણય કર્યો છે.કર્ણાટકને તામિલનાડુને 2 સપ્ટેમ્બર સુધી 15 દિવસ માટે 5,000 ક્યુસેક પાણી છોડવાનું કહેવામાં આવ્યું છે.દરમિયાન કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર કાવેરી મુદ્દે કાયદાકીય નિષ્ણાતો સાથે બેઠક કરવા ગુરુવારે નવી દિલ્હી પહોંચી રહ્યા છે.

કર્ણાટકમાં કાવેરી જળ વિવાદનો મામલો

નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે યોજી બેઠક

કાયદાકીય નિષ્ણાતો અને અધિકારીઓ સાથે બેઠક યોજી

કર્ણાટકમાં કાવેરી જળ વિવાદનો મામલો ગરમાયો છે.ત્યારે  આ અંગે કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવ કુમારે મહત્વની બેઠક યોજી હતી. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે કાવેરી નદીના પાણીની વહેંચણીના વિવાદ અંગે દિલ્હીમાં કર્ણાટક ભવનમાં કાયદાકીય નિષ્ણાતો અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ચંદ્રયાન-3 અંગે શું કહ્યું ? વાંચો અહીં