લોકસભાની ચૂંટણીને લઈને મમતા બેનર્જીએ શું કર્યો દાવો

0
173
લોકસભાની ચૂંટણીને લઈને મમતા બેનર્જીએ શું કર્યો દાવો
લોકસભાની ચૂંટણીને લઈને મમતા બેનર્જીએ શું કર્યો દાવો

મમતા બેનર્જીનો દાવો

ભાજપ ડિસેમ્બર 2023માં જ લોકસભા ચૂંટણી કરાવી શકે છેઃમમતા બેનર્જી

 તમામ હેલિકોપ્ટર પહેલાથી જ બુક થઈ ગયાઃમમતા બેનર્જી

લોકસભાની ચૂંટણીને લઈને પશ્રિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું મોટું નિવેદન સામે આવ્યું છે. મમતા બેનર્જીએ સોમવારે કહ્યું કે ભાજપ ડિસેમ્બરમાં જ લોકસભાની ચૂંટણી કરાવી શકે છે. તેમણે દાવો કર્યો કે ભગવા પાર્ટીએ ચૂંટણી પ્રચાર માટે તમામ હેલિકોપ્ટર બુક કરી લીધા છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) ની યુવા પાંખની રેલીને સંબોધતા, તેમણે ચેતવણી આપી હતી કે ભાજપનો ત્રીજો કાર્યકાળ એ સુનિશ્ચિત કરશે કે દેશ “નિરંકુશ શાસન” નો સામનો કરશે. મુખ્યમંત્રી બેનર્જીએ રાજ્યમાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટો માટે “ગેરકાયદેસર પ્રવૃત્તિઓ”માં રોકાયેલા કેટલાક લોકોને પણ જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે આ “કેટલાક પોલીસકર્મીઓના સમર્થનથી” કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે જો ભાજપ સતત ત્રીજી વખત સત્તામાં આવશે તો દેશને નિરંકુશ શાસનનો સામનો કરવો પડશે. એવી આશંકા છે કે તેઓ (ભાજપ) ડિસેમ્બર 2023માં જ લોકસભાની ચૂંટણી યોજી શકે છે.

ટીએમસીના વડાએ કહ્યું કે ભગવા પાર્ટીએ આપણા દેશને સમુદાયો વચ્ચે દુશ્મનાવટમાં ફેરવી દીધો છે. જો તેઓ સત્તામાં પાછા ફરશે તો તેઓ આપણા દેશને નફરતનો દેશ બનાવી દેશે. બેનર્જીએ દાવો કર્યો હતો કે ભાજપે લોકસભા ચૂંટણીમાં પ્રચાર માટે તમામ હેલિકોપ્ટર પહેલેથી જ બુક કરી લીધા છે જેથી કરીને અન્ય કોઈ રાજકીય પક્ષ પ્રચાર માટે તેનો ઉપયોગ ન કરી શકે.બેનર્જીએ કહ્યું કે તેમણે બંગાળમાં ત્રણ દાયકાના CPI(M) શાસનને હરાવ્યું છે અને હવે લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવી દેશે. જાદવપુર યુનિવર્સિટીમાં ‘ગોલી મારો’ ના નારા લગાવનારા એબીવીપી અને ભાજપના કાર્યકરો પર પ્રહાર કરતા, મુખ્ય પ્રધાને કહ્યું કે તેમણે પોલીસને યુનિવર્સિટીમાં નફરતના સૂત્રોચ્ચાર કરનારાઓની ધરપકડ કરવાનો નિર્દેશ આપ્યો છે.

વાંચો અહીં આસામમાં પૂરનો કહેર,વરસાદને કારણે બ્રહ્મપુત્રા નદીના જળસ્તરમાં વધારો