Home Desh Strait of Hormuz Crisis: મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે PM મોદી એક્શન મોડમાં:...

Strait of Hormuz Crisis: મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે PM મોદી એક્શન મોડમાં: હોર્મુઝ સંકટ અને તેલ-ગેસના પુરવઠા મુદ્દે બોલાવી હાઈ-લેવલ બેઠક

0
355
Strait of Hormuz Crisis
Strait of Hormuz Crisis

Strait of Hormuz Crisis: પશ્ચિમ એશિયામાં ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે વણસતી જતી પરિસ્થિતિની સીધી અસર હવે ભારતના રસોડા અને વાહનવ્યવહાર પર ન પડે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સાંજે હાઈ-લેવલ મંત્રીસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં દેશની ઉર્જા સુરક્ષા અને વધતા જતા ઓઈલ-ગેસના ભાવોને નિયંત્રિત કરવા માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

Strait of Hormuz Crisis

Strait of Hormuz Crisis: સરકારનો એક્શન પ્લાન: અછત રોકવા પર ભાર

ન્યૂઝ એજન્સી PTIના અહેવાલ મુજબ, બેઠકમાં વડાપ્રધાને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે યુદ્ધની સ્થિતિ ગમે તે હોય, ભારતમાં ઈંધણ અને ખાતરની અછત વર્તાવી જોઈએ નહીં. બેઠકના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ રહ્યા:

  • ઉર્જા પુરવઠો: ખાડી દેશોમાંથી આવતા ક્રૂડ ઓઈલ અને ગેસના સપ્લાયની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી.
  • ભાવ નિયંત્રણ: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધવા છતાં સ્થાનિક ગ્રાહકો અને ઉદ્યોગો પર તેની ન્યૂનતમ અસર થાય તેવું આયોજન.
  • ખાતરની સુરક્ષા: ખેડૂતોને ખેતીકામમાં મુશ્કેલી ન પડે તે માટે ખાતરના જથ્થાનું વિતરણ પ્રણાલી કાર્યક્ષમ રાખવા સૂચના.

Strait of Hormuz Crisis: હોર્મુઝ સ્ટ્રેટ: ભારત માટે સૌથી મોટી ચિંતા

યુદ્ધના કારણે હાલમાં સૌથી વધુ ખતરો હોર્મુઝ સ્ટ્રેટ’ (Strait of Hormuz) પર મંડરાઈ રહ્યો છે.

  1. વિશ્વની કુલ 20 ટકા ઉર્જાનું પરિવહન આ સાંકડા દરિયાઈ માર્ગેથી થાય છે.
  2. ઈરાન દ્વારા આ માર્ગ પર જહાજોની અવરજવર સીમિત કરવાના પ્રયાસોથી ભારત અને ચીન જેવા આયાત પર નિર્ભર દેશો માટે મુશ્કેલી વધી શકે છે.
  3. બંદરો અને પરિવહન માર્ગો પર વધતા દબાણ વચ્ચે ભારત વૈકલ્પિક વ્યવસ્થાઓ પર પણ વિચાર કરી રહ્યું છે.

Strait of Hormuz Crisis: વૈશ્વિક સ્થિતિ સ્ફોટક

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ ચોથા સપ્તાહમાં પ્રવેશ્યું છે અને ઈરાને અમેરિકી સૈન્ય બેઝ પર મિસાઈલ હુમલા કર્યા બાદ સ્થિતિ વધુ સ્ફોટક બની છે. આ સંજોગોમાં ભારત પોતાની આર્થિક ગતિ જાળવી રાખવા માટે અગાઉથી જ ‘બ્લુપ્રિન્ટ’ તૈયાર કરી રહ્યું છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

સુરતના ધોરણ પારડીમાં પાખંડી ‘યોગ ગુરુ’નો પર્દાફાશ આશ્રમમાં રહસ્યમય ભોંયરું, નકલી નોટોનું રેકેટ અને સંતાન પ્રાપ્તિના નામે લાખોની લૂંટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે