ગુજરાત: મોરલ પોલીસિંગનું નવું મોડ્યુલ, કપલોને ટાર્ગેટ કરી મુસ્લિમ યુવતી સાથે જાહેરમાં કરાતી બદસલૂકી

0
296
મોરલ પોલીસીંગ
મોરલ પોલીસીંગ

થોડા દિવસો પહેલા કર્ણાટકના બેંગલુરુમાં બાઇક પર મુસ્લિમ છોકરીની પાછળ બેઠેલા હિન્દુ છોકરા સાથે જાહેરમાં બદસલૂકીની ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં મોરલ પોલીસીંગ કરતા યુવકે  મુસ્લિમ યુવતી સાથે બદસલૂકી કરી હતી. આવા જ કેટલાક વીડિયો ગુજરાતના વડોદરા અને અમદાવાદ શહેરમાં પણ સામે આવ્યા છે. અમદાવાદનો એક વીડિયો હાલમાં વાયરલ થયો છે. જેમાં એક બુરખો પહેરેલી મુસ્લિમ મહિલાને કેટલાક લોકો જાહેરમાં હાથ પકડીને થપ્પડવાળી કરી રહ્યાં છે. આ સાથે એક યુવકને પણ માર મારવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં આ કિસ્સાઓની હવે નવાઈ રહી નથી. 

અમદાવાદમાં પણ બની ઘટના!
એક હિન્દુ છોકરા સાથે ફરવા બદલ મુસ્લિમ ટોળા દ્વારા બુરખા પહેરેલી મહિલાને જાહેરમાં માર મારવામાં આવ્યો હોવાની ઘટના અમદાવાદમાં પણ સામે આવી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વિડિયો કથિત રીતે અમદાવાદના વાસણામાં આવેલ ચિરાગ હાઈસ્કૂલ નજીકનો છે, જ્યાં એક ટોળું સામસામે આવીને બંનેને માર મારે છે.

વીડિયોમાં બદમાશોનું એક જૂથ એક મુસ્લિમ મહિલા પર હુમલો કરતા જોવા મળે છે. મહિલા બુરખાની મદદથી પોતાનો ચહેરો ઢાંકવાનો પ્રયાસ કરી રહી હતી, જો કે, પુરુષોએ જબરદસ્તીથી તેનો બુરખો હટાવે છે અને તેના પરિવારને આ વીડિયો શેર કરવાની ધમકી આપી. વીડિયોમાં હુમલાખોરોમાંથી એકને એમ કહેતા સાંભળી શકાય છે કે, “તેનો વીડિયો શૂટ કરો. તેના ફોટો લો, હું તેના માતાપિતાને બતાવીશ. ત્યારપછી, વીડિયો તે હિન્દુ વ્યક્તિ સુધી પહોંચી જાય છે, જે મુસ્લિમ મહિલા સાથે ફરી રહી હતી, “તેનો પણ વીડિયો શૂટ કરો. તેની મુસ્લિમ મહિલાઓ સાથે ફરવાની હિમ્મત કેવી રીતે થઈ, વીડિયોમાં એક અજાણ્યો હુમલાખોર કહે છે, ત્યારે હિન્દુ છોકરાને થપ્પડ મારવામાં આવે છે.

તાજેતરમાં જ આવા ઘણા વીડિયો સામે આવ્યા છે જેમાં મુસ્લિમ ટોળાઓ હિન્દુ યુવકો સાથે દોસ્તી કરતી મુસ્લિમ છોકરીઓનો પીછો કરતા જોવા મળે છે. આવો જ એક વીડિયો આ વર્ષે એપ્રિલમાં અમદાવાદના મુસ્લિમ વસ્તીવાળો એરિયા જુહાપુરા વિસ્તારમાંથી સામે આવ્યો હતો, જેમાં મુસ્લિમ યુવક હિજાબ પહેરેલી મુસ્લિમ મહિલાને હિંદુ યુવક સાથે વાત કરવા પર હેરાન કરતો જોવા મળ્યો હતો. વાયરલ વીડિયોમાં કેટલાક મુસ્લિમ યુવકો ટુ-વ્હીલર ચલાવતા યુવકની પાછળ બેઠેલી યુવતીનો પીછો કરી રહ્યા છે. પાછળથી યુવતીને મુસ્લિમો દ્વારા અટકાવવામાં આવે છે જેઓ છોકરી સાથે દુર્વ્યવહાર કરે છે કારણ કે તેઓ છોકરીને ‘કાફિર’ સાથે મિત્રતા કરવાને બદલે તેમના સમુદાયમાં મિત્રો શોધવાનું કહે છે.

વડોદરા પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે મોરલ પોલીસિંગના નામે શહેરમાં કોમી વાતાવરણ બગાડવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. ત્રણ યુવકોની ધરપકડ કર્યા બાદ પોલીસે અન્ય 20 લોકોની અટકાયત કરી તેમની પૂછપરછ શરૂ કરી છે. આર્મી ઓફ મહેંદી અને લશ્કર-એ-આદમના વોટ્સએપ ગ્રૂપ દ્વારા હિન્દુ યુવકો દ્વારા મુસ્લિમ યુવતીઓ સાથે મિત્રતાને ટાર્ગેટ કરવામાં આવતી હતી. અને પછી જાહેરમાં તેમને હેરાન કરે છે તેવા વીડિયો બનાવવામાં આવ્યા હતા. આમાં ઘણી વખત મુસ્લિમ યુવતી સાથે પણ બદસલૂકી પણ કરવામાં આવતી હતી.

વીડિયોની તપાસમાં ખુલાસો થયો છે
વડોદરા પોલીસે આવા જ એક કેસને લગતા વાયરલ વીડિયોની તપાસ દરમિયાન આ બે વોટ્સએપ ગ્રુપનો પર્દાફાશ કર્યો છે. જેના દ્વારા મુસ્લિમ ધર્મના હિન્દુ છોકરા-છોકરીઓ વચ્ચેની મિત્રતાને નિશાન બનાવવામાં આવી હતી. વડોદરાની ગોત્રી પોલીસે વીડિયો અંગે ગુનો નોંધી ફતેપુરા વિસ્તારના મુસ્તાકીમ ઈમ્તિયાઝ શેખ, પાણીગેટ વિસ્તારના બુરાનવાલા નજુમિયા સૈયદ અને રાજમહેલ રોડ વિસ્તારના સાહિલ સાહાબુદ્દીન શેખ નામના ત્રણ યુવકોની ધરપકડ કરી હતી. હાલ ગોત્રી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

20 સભ્યોની અટકાયત
હવે પોલીસે આ બે વોટ્સએપ ગ્રુપના 20 એક્ટિવ સભ્યોની પૂછપરછ શરૂ કરી છે અને આ બે ગ્રુપના અન્ય સભ્યોને પણ પૂછપરછ માટે બોલાવવાનું શરૂ કર્યું છે. પોલીસ આ મામલાના તળિયે જવા માંગે છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તેમનો હેતુ શું હતો. પોલીસ જરૂર પડશે તો તપાસનો વ્યાપ વધુ વિસ્તારશે. પોલીસે પકડાયેલા યુવકોના મોબાઈલ તપાસ માટે એફએસએલમાં મોકલી આપ્યા છે. જેમાં તપાસની સાથે ડીલીટ થયેલો ડેટા રિકવર કર્યા બાદ તેની પણ તપાસ કરવામાં આવશે.

ટાર્ગેટ, બ્લેકમેલ અને અપમાન
અત્યાર સુધી પોલીસને હકીકત મળી છે. તેમના કહેવા પ્રમાણે, ધરપકડ કરાયેલો યુવકો હિંદુ યુવક અને મુસ્લિમ યુવતીની મિત્રતાને ટાર્ગેટ કરતા હતા. ગૃપના સભ્યો આવા કપલને ક્યાંય જોવા પર વોટ્સએપ ગ્રુપમાં જાણ કરતા હતા. જે સદસ્ય લોકેશનની સૌથી નજીક હતો તે સૌ પ્રથમ ત્યાં પહોંચતો હતો અને ગુપ્ત રીતે પહેલો વીડિયો રેકોર્ડ કરી આ પછી તે કપલને પરેશાન શરૂ કરવાનું ચાલુ કરતા હતા. 

પોલીસના જણાવ્યા પ્રમાણે કેટલાક કેસમાં બ્લેકમેલની વાત સામે આવી રહી છે. પકડાયેલ આરોપીઓ વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હતો. પોલીસ આ એંગલથી પણ તપાસ કરી રહી છે કે નવરાત્રિ દરમિયાન સાંપ્રદાયિક વાતાવરણને બગાડવાની કોઈ તૈયારી તો નહોતી કરી. પોલીસ વોટ્સએપ ગ્રુપની ચેટ અને વીડિયોની તપાસ કરી રહી છે