મહારાષ્ટ્રમાં ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન,ખેડૂતોની પોલીસે કરી અટકાયત

0
301
મહારાષ્ટ્રમાં ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન,ખેડૂતોની પોલીસે કરી અટકાયત
મહારાષ્ટ્રમાં ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન,ખેડૂતોની પોલીસે કરી અટકાયત

મહારાષ્ટ્રમાં ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન

પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

ખેડૂતોની પોલીસે કરી અટકાયત

ખેડૂતોને કસ્ટડીમાં લઈ મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવ્યા

મહારાષ્ટ્રમાં ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રના મુંબઈમાં મંત્રાલય ભવનની અંદર ખેડૂતો સરકાર સામે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો .ખેડૂતો   જમીન માટે યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે. કેટલાક વિરોધીઓએ બિલ્ડિંગના પહેલા માળે લગાવેલી પ્રોટેક્શન નેટમાં કૂદી પડ્યા હતા.અને વિરોધ પ્રદર્શન કર્યો હતો. ખેડૂતોના વિરોધને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મંત્રી દાદાજી ભુસે વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે તેમની વિવિધ માંગણીઓને લઈને મંત્રાલય ભવનમાં વાત કરી હતી . કેટલાક ખેડૂતોને કસ્ટડીમાં લઈ મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવ્યા હતા

પ્રોટેકશન વોલ કૂદીને વિરોધ કરી રહેલા ખેડૂતો અંગે એનસીપી નેતા રોહિત પવારે કહ્યું કે, તેઓએ જે રીતે વિરોધ કર્યો તે યોગ્ય નથી. પરંતુ જો સરકારે તેમનો અવાજ સાંભળ્યો હોત તો આ ઘટના બની ન હોત. ત્યારે હું કહું છું કે આ પ્રકારનું આંદોલન કરવું યોગ્ય નથી. સરકારે તેમની વાત સાંભળવી જોઈએ અને તેમની સમસ્યાઓ હલ કરવી જોઈએ. જો આપણે મહારાષ્ટ્રની વાત કરીએ તો આજે અહીં દુષ્કાળની સ્થિતિ ખૂબ જ ખતરનાક છે. પીવા માટે પાણી નથી. પશુઓ માટે પાણી અને ઘાસચારાની સ્થિતિ પણ અત્યંત વિકટ છે. સરકારે તેના પર ચર્ચા કરવી જોઈએ.મુંબઈમાં મંત્રાલય બિલ્ડીંગની અંદર વિરોધ કરી રહેલા ખેડૂતો પ્રોટેક્શન નેટમાંથી કૂદી પડ્યા. કેટલાક ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે. તેઓ જમીન માટે યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે.

મંત્રાલયમાં ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન

મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેનું નિવેદન

ખેડૂતોની સમસ્યાઓની સમીક્ષા કરવામાં આવશેઃ શિંદે

ખેડૂતોના વિરોધ પ્રદર્શન અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિન્દેનું નિવેદન સામે આવ્યું છે. એકનાથ શિન્દે કહ્યું મેં આજે ખેડૂતોને અહીં બોલાવ્યા હતા. તેમણે રાજ્ય મંત્રી દાદા ભુસે સાથે મુલાકાત કરી છે. 15 દિવસમાં તેમની સમસ્યાઓની સમીક્ષા કરવામાં આવશે અને તેનું નિરાકરણ કરવામાં આવશે

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ