ચીનની અવળચંડાઈ યથાવત,અરૂણાચલ પ્રદેશને ગણાવ્યો પોતાનો પ્રદેશ

0
175
ચીનની અવળચંડાઈ યથાવત,અરૂણાચલ પ્રદેશને ગણાવ્યો પોતાનો પ્રદેશ
ચીનની અવળચંડાઈ યથાવત,અરૂણાચલ પ્રદેશને ગણાવ્યો પોતાનો પ્રદેશ

ચીનની અવળચંડાઈ યથાવત

અરૂણાચલ પ્રદેશને ગણાવ્યો પોતાનો પ્રદેશ

પ્રાકૃતિક સંસાધન મંત્રાલયે જાહેર કર્યો નકશો 

ચીનની અવળચંડાઈ યથાવત છે ચીને તેના માનક નકશાનું નવું સંસ્કરણ બહાર પાડ્યું છે. ચીને નકશો જાહેર કરતાની સાથે જ વિવાદ સર્જાયો હતો. ચીને ભારતના અરુણાચલ પ્રદેશ, અક્સાઈ ચીન, તાઈવાન અને દક્ષિણ ચીન સાગરને પોતાનો વિસ્તાર બતાવ્યો હતો. આ પછી ભારતે કહ્યું કે અરુણાચલ પ્રદેશ હંમેશા ભારતનો અભિન્ન ભાગ રહ્યો છે અને હંમેશા રહેશે.

 એક ટ્વિટમાં, ગ્લોબલ ટાઈમ્સે કહ્યું કે ચીન અને વિશ્વના વિવિધ દેશોની રાષ્ટ્રીય સરહદોની રેખાંકનની પદ્ધતિના આધારે નકશાનું સંકલન કરવામાં આવ્યું છે. ગ્લોબલ ટાઈમ્સ દ્વારા બહાર પાડવામાં આવેલા નકશામાં અરુણાચલ પ્રદેશ અને અક્સાઈ ચીનને પણ તેના પ્રદેશમાં દર્શાવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, ચીન અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટનો ભાગ માને છે. જો કે ભારતે ચીનના આ નકશાને ફગાવી દીધો છે. ભારતનું કહેવું છે કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અંગ છે અને ભવિષ્યમાં પણ તે ભારતનો અભિન્ન ભાગ જ રહેશે. ચીન તાઈવાનને પણ પોતાના ક્ષેત્રનો ભાગ માને છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો હેતુ તાઈવાનને એક કરવાનો છે. આ માટે ચીન વિયેતનામ, ફિલિપાઈન્સ, મલેશિયા, બ્રુનેઈ અને દક્ષિણ ચીન સાગર પર પણ દાવો કરે છે.સ્તારો પર દાવો કરવાનું ચાલુ રાખે છે.

ચીને કર્યો ભારતના ક્ષેત્ર પર દાવો 

નવા નકશામાં ભારતના ભાગો સિવાય ચીને તાઈવાન અને વિવાદિત દક્ષિણ ચીન સાગરને પણ ચીનના ક્ષેત્રમાં સામેલ કર્યો છે. નકશામાં ચીને 9 ડેશ લાઇન પર પોતાનો દાવો રજૂ કર્યો છે. આ રીતે તેણે દક્ષિણ ચીન સાગરના મોટા ભાગ પર દાવો કર્યો છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ