રક્ષાબંધન પર અંદાજે 10 હજાર કરોડના બિઝનેસનો અંદાજ
વેપારીઓને મંદી દુર થવાની આશા
CATના રિપોર્ટ પ્રમાણે દર વર્ષે બિઝનેઝમાં વધારો થાય છે
બિઝનેઝમાં દર વર્ષે લગભગ એક હજાર કરોડનો વધારો
રક્ષાબંધન ને હવે ગણતરીના કલાકો બાકી છે.ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર દેશમાં રક્ષા બંધનના પર્વ પર વેપારીઓને સારો વેપાર થવાની આશા સેવાઈ રહી છ. રક્ષાબંધનથી શરૂ થતી તહેવારોની મોસમ બજારમાં પ્રવર્તતી સુસ્તી દૂર કરે તેવી અપેક્ષા છે. વેપારીઓનો અંદાજ છે કે માત્ર રક્ષાબંધન પર 10,000 કરોડ રૂપિયા સુધીનો વેપાર થઈ શકે છે. આ તહેવારોની મોસમ આ વર્ષના અંતમાં નવા વર્ષની ઉજવણી સુધી ચાલુ રહેશે અને આ સમય દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં તેજી આવી શકે છે. તેનાથી વેપારીઓને ફાયદો તો થશે જ પરંતુ રોજગારીની તકો પણ વધશે. ગયા વર્ષની માર્કેટ મંદી પછી પણ રક્ષાબંધન પર લગભગ 7000 કરોડ રૂપિયાનો બિઝનેસ થયો હતો. વર્ષ 2021માં આ બિઝનેસ 6 હજાર કરોડનો હતો, જ્યારે વર્ષ 2020માં તે 5 હજાર કરોડ, વર્ષ 2019માં 3500 કરોડ અને વર્ષ 2018માં લગભગ 3 હજાર કરોડનો હતો. જો CATની વાત માનીએ તો આ બિઝનેસ દર વર્ષે લગભગ એક હજાર કરોડનો વધી રહ્યો છે.
ટ્રેડર્સ ઓર્ગેનાઈઝેશન CATનું અનુમાન છે કે આ વર્ષે રક્ષાબંધન પર ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીની સાથે ઓટોમોબાઈલ, લેપટોપ, મોબાઈલ અને FMCG સેક્ટરની વસ્તુઓનો વપરાશ વધશે અને આ સેક્ટરની કામગીરીમાં ઝડપ આવશે.
30 ઓગસ્ટે આખો દિવસ ભદ્રકાળ છે, જેમાં કોઈપણ શુભ કાર્ય પર પ્રતિબંધ છે, તેથી દેશભરના વેપારીઓ 31 ઓગસ્ટે જ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવશે. 31 ઓગસ્ટે આ તહેવારની ઉજવણી સંપૂર્ણપણે શાસ્ત્રો અનુસાર છે. વેપારીઓએ 31 ઓગસ્ટને જ સરકારી રજા જાહેર કરવાની માંગ કરી છે.
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ