બીજા લગ્ન કર્યા પછી શારીરિક સંબંધ બાંધવો એ બળાત્‍કારઃબોમ્‍બે હાઈકોર્ટે

0
177
બીજા લગ્ન કર્યા પછી શારીરિક સંબંધ બાંધવો એ બળાત્‍કારઃબોમ્‍બે હાઈકોર્ટે
બીજા લગ્ન કર્યા પછી શારીરિક સંબંધ બાંધવો એ બળાત્‍કારઃબોમ્‍બે હાઈકોર્ટે

બીજા લગ્ન કર્યા પછી શારીરિક સંબંધ બાંધવો એ બળાત્‍કાર : બોમ્‍બે હાઈકોર્ટે

આરોપી સામે નોંધાયેલ એફઆઇઆર રદ કરી શકાય નહીં : બોમ્‍બે હાઈકોર્ટે

આરોપીએ વિધવા સાથે સંબંધ બાધ્યો હતો : બોમ્‍બે હાઈકોર્ટે

બીજા લગ્ન કર્યા પછી શારીરિક સંબંધ બાંધવો એ બળાત્‍કાર છે. બોમ્‍બે હાઈકોર્ટે સ્‍પષ્ટ કર્યું છે કે પહેલા લગ્નના અસ્‍તિત્‍વ દરમિયાન બીજા લગ્ન કર્યા પછી શારીરિક સંબંધ બાંધવો એ બળાત્‍કાર સમાન છે. કોર્ટે કહ્યું કે, આ પ્રકારનું વર્તન બળાત્‍કારનો ગુનો છે. તેથી આરોપી સામે બળાત્‍કાર અને બીજા લગ્નના આરોપમાં આરોપીઓ સામે નોંધાયેલ એફઆઇઆર રદ કરી શકાય નહીં. આરોપી પર આરોપ છે કે તેણે છૂટાછેડા લીધા હોવાની ખોટી છાપ આપીને વિધવા મહિલા સાથે સંબંધ બાંધ્‍યો હતો.

પીડિતાના જણાવ્‍યા અનુસાર, તેના પતિના મૃત્‍યુ પછી, આરોપી, જેને તે પહેલેથી જ ઓળખતી હતી, તે નજીક આવી ગયો હતો. તેણે ખાતરી આપી હતી કે તે તેની પત્‍ની સાથે નથી મળતો અને તેથી તે તેનાથી અલગ થઈ જશે. આ પછી તેણે ૧૮ જૂન, ૨૦૧૪ના રોજ મારી સાથે લગ્ન કર્યા, જયારે તેના પહેલા લગ્ન હજુ ચાલુ હતા. આરોપી બે વર્ષ મારી સાથે રહ્યો અને પછી મને નિરાધાર છોડી ગયો. ઉપેક્ષાથી પરેશાન, પીડિતાએ ૨૭ સપ્‍ટેમ્‍બર ૨૦૧૯ના રોજ એફઆઈઆર નોંધાવી હતી. પોલીસે કેસ નોંધ્‍યો હતો. આરોપીઓએ હાઇકોર્ટમાં અરજી કરીને તેને રદ કરવાની માંગ કરી હતી.સુનાવણી દરમિયાન, આરોપીના વકીલે દાવો કર્યો હતો કે, ‘મારા અસીલે પીડિતા સાથે લગ્ન કર્યા હતા અને તેની સંમતિથી સંબંધ બાંધ્‍યા હતા, તેથી બળાત્‍કારનો કેસ બહાર આવતો નથી.’ ફરિયાદીને જાણ હતી કે અસીલે ૨૦૧૦માં પહેલી પત્‍નીથી છૂટાછેડા માટેની અરજી પાછી ખેંચી લીધી હતી. મારા અસીલે પીડિતાને સામાજિક, નાણાકીય અને નૈતિક સમર્થન આપ્‍યું છે. આ દલીલો પર કોર્ટે કહ્યું, હિંદુ કાયદો બીજા લગ્નને મંજૂરી આપતો નથી જયારે પ્રથમ લગ્ન અસ્‍તિત્‍વમાં છે. જો કોઈ આવું કરે છે, તો તે લગ્નજીવનનો ગુનો ગણાશે. આરોપીએ કબૂલ્‍યું છે કે પ્રથમ લગ્ન અસ્‍તિત્‍વમાં હતા ત્‍યારે તેણે બીજા લગ્ન કર્યા હતા. તેણે તેની પહેલી પત્‍નીને છૂટાછેડા આપી દીધા હોવાની ખાતરી આપીને પીડિતા સાથે શારીરિક સંબંધો બાંધ્‍યા હતા.

વાંચો અહીં માયાવતીએ ટ્વિટ કરીને શું કરી સ્પષ્ટતા