નાસાના ચાર વૈજ્ઞાનિક રચશે મોટો ઈતિહાસ

0
102

આવનારા સમયમાં એક મોટો ઈતિહાસ રચાવા જઈ રહ્યો છે..નાસાના ચાર બાહોશ એન્જિનિયર પહેલી વાર ચંદ્રની ફરતે ચક્કર લગાવીને પૃથ્વી પર પાછા આવશે આ માટે નાસાએ એક મોટો પ્લાન તૈયાર કર્યો છે. અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ ચંદ્રની આસપાસ ચક્કર લગાવીને પૃથ્વી પર ફરત આવનાર ચાર અંતરિક્ષ યાત્રીઓના નામ જાહેર કર્યા છે. નાસા 50 વર્ષના સંશોધન અને પ્રયત્નો બાદ આ સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યું છે. 50 વર્ષથી વધુ સમયમાં પહેલીવાર આ લોકો ચંદ્રની કક્ષામાં પહોંચશે. આ ચારેય અવકાશયાત્રીઓ આર્ટેમિસ-3 મિશન સાથે ચંદ્રની સપાટી પર પ્રથમ માનવ ઉતરાણ માટે પણ આગળનો માર્ગ મોકળો કરશે. જેમાં 3 અમેરિકન અને 1 કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે.