ગુજરાત વિધાનસભા ઈ વિધાનસભા બનશે

0
179
ગુજરાત વિધાનસભા ઈ વિધાનસભા બનશે
ગુજરાત વિધાનસભા ઈ વિધાનસભા બનશે

ગુજરાત વિધાનસભા બનશે ઈ વિધાનસભા

મુખ્યમંત્રી અને મંત્રીઓને તાલીમ અપાશે

નવા સત્રમાં ધારાસભ્યો ટેબ્લેટ વાપરશે

ધારાસભ્યોને તાલીમ આપવાની શરૂઆત

ગુજરાત વિધાનસભા ઇ-વિધાનસભા એટલે કે સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઇઝ્ડ વિધાનસભા તરફ ગુજરાત વિધાનસભા આગળ વધી રહી છે. 13મી સપ્ટેમ્બરથી મળનાર વિધાનસભાનું ચોમાસુ સત્ર સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ્ડ હશે. 29મી ઓગસ્ટથી ધારાસભ્યો માટે ચાર દિવસીય તાલીમ કાર્યક્રમ રાખવામાંઆવ્યો છે. આ પછી ખાસ મુખ્યમંત્રી અને મંત્રીઓને તાલીમ આપવાનો અલગથી કાર્યક્રમ યોજાશે, જેની પાછળનું કારણએ છે કે, મુખ્યમંત્રી અને મંત્રીઓને ધારાસભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નો, રજૂ કરાયેલા પ્રસ્તાવ,નોટીસ સહિતની બાબતો કઇ રીતે વાંચવી તેની તાલીમ અપાશે. ઉપરાંત મુખ્યમંત્રી અને મંત્રીઓને કઇ રીતે ધારાસભ્યોના પ્રશ્નોના જવાબ આપવા. દરખાસ્તનો જવાબ કઇ રીતે આપવો સહિતની તાલીમ અપાશે.આ અંગે ગુજરાત  વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે વન નેશન વન એપ્લિકેશન વડા પ્રધાનનું સ્વપ્ન હતું એ અંતર્ગત ગુજરાત વિધાન સભામાં પેપર લેસ કાર્યવાહી થાય અને ઇ વિધાનસભાની શરૂવાત થાય તે માટે ધારાસભ્યો ને ટ્રેનિંગ આપવાની શરૂઆત કરી છે નવા સત્ર માં ધારાસભ્યો ટેબ્લેટ વાપરશે ધારાસભ્યો ને ઇ વિધાનસભા માટે ટેબ્લેટ થી કામગીરી શીખવવાની શરૂવાત કરી છે.22 લોકો ની એક બેચ રહેશે. ઘરે પણ  શીખી શકે તે માટે ઘરે ટેબ્લેટ આપવામાં આવશે.જરૂર પડશે તો ધારાસભ્યોના વિસ્તારમાં ઘરે જઈને પણ શીખવવા માટે 25 લોકોની ટીમ બનાવી છે શંકર ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે  રાજ્ય ના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે પણ ખૂબ સહકાર આપ્યો છે. કેન્દ્ર સરકારે આર્થિક તેમજ ટેકનોલોજી ની મદદ કરી છે. ઓમ બર્લાએ  પણ સતત માર્ગદર્શન આપ્યું છે

વાંચો અહીં સરકારે જાણકારી આપીઃભારતીય ઓટોમોટિવ ઉદ્યોગ ત્રીજા સ્થાને પહોંચશે