આસામમાં પૂરનો કહેર,બ્રહ્મપુત્રા નદીના જળસ્તરમાં વધારો

    0
    150

    આસામમાં પૂરનો કહેર

    આસામમાં પૂરની સ્થિતિ વિકટ

    વરસાદને કારણે બ્રહ્મપુત્રા નદીના જળસ્તરમાં વધારો

      નદીનું જળસ્તર તેના ખતરાના નિશાનને વટાવી ગયું

    આસામમાં પૂરનો કહેર જોવા મળી રહ્યો છે.પૂરના કારણે સ્થિતિ વણસી છે. અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે.ત્યારે લકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આસામમાં પૂરની સ્થિતિ વિકટ છે. અવિરત વરસાદને કારણે બ્રહ્મપુત્રા અને તેની સહાયક નદીઓના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. ડિબ્રુગઢમાં બ્રહ્મપુત્રા નદીનું જળસ્તર તેના ખતરાના નિશાનને વટાવી ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તેમના ઘરોમાં પાણી ભરાઈ જવાને કારણે ઘર છોડીને સલામત સ્થળે જવાની ફરજ પડી છે. અત્યાર સુધીમાં છ જિલ્લાઓમાં 53,000થી વધુ લોકો પૂરના કારણે ફસાયેલા છે. અંદાજે 3,000 હેક્ટર પાક ડૂબી ગયો છે. સ્થાનિક લોકો પૂરગ્રસ્ત વિસ્તારમાંથી બહાર નીકળીને માર્ગો પર રહેવા મજબૂર બન્યા છે.નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તેમના ઘરોમાં પાણી ભરાઈ જવાને કારણે ઘર છોડીને સલામત સ્થળે જવાની ફરજ પડી છે. અત્યાર સુધીમાં છ જિલ્લાઓમાં 53,000થી વધુ લોકો પૂરના કારણે ફસાયેલા છે. સેન્ટ્રલ વોટર કમિશન (CWC) મુજબ, અવિરત વરસાદને કારણે બ્રહ્મપુત્રા અને તેની ઉપનદીઓના જળસ્તરમાં વધારો થયો, આસપાસના વિસ્તારો ડૂબી ગયા. જણાવવામાં આવી રહ્યું છે કે રાજ્યના ઘણા ભાગોમાં નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. પૂરને કારણે 11 મહેસૂલ વર્તુળો હેઠળના 120 ગામોને અસર થઈ છે. અંદાજે 3,000 હેક્ટર પાક વિસ્તાર ડૂબી ગયો છે. સોનિતપુર જિલ્લામાં હાલમાં 38 ગામો પાણી હેઠળ છે.આસામમાં પૂરની સ્થિતિ ગંભીર છે. રાજ્યના છ જિલ્લાઓમાં 53,000 થી વધુ લોકો પૂરમાં ફસાયેલા છે. ધેમાજીમાં લગભગ 24,000 સ્થાનિકો પ્રભાવિત થયા છે, જ્યારે 12,000, 8,500 અને 7,500 લોકો અનુક્રમે સોનિતપુર, લખીમપુર અને ડિબ્રુગઢ જિલ્લામાં ફસાયેલા છે.