World Cup 2023 : હાર્દિક પંડ્યા (हार्दिक पांड्या) વર્લ્ડ કપ 2023માંથી બહાર થઇ ગયા છે. ઈજાના કારણે પંડ્યા વર્લ્ડ કપ (ODI World Cup 2023)ની બાકીની મેચો રમી શકશે નહીં. તેમનું સ્થાન હવે પ્રસિદ્ધ કૃષ્ણાએ લીધું છે. તમને જણાવી દઈએ કે પંડ્યા (Hardik Pandya) એ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી છે. પંડ્યાએ તેને ટેકો આપવા બદલ તમામ ચાહકોનો આભાર માન્યો છે.
હાર્દિકે (#HardikPandya) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિક્રિયા આપી, “તમામ શુભેચ્છાઓ, પ્રેમ અને સમર્થન માટે આભાર, તે અદ્ભુત છે. આ ટીમ ખાસ છે અને મને ખાતરી છે કે અમે દરેકને ગૌરવ અપાવીશું. પ્રેમ, હંમેશા, હાર્દિક પંડ્યા. (हार्दिक पांड्या) “
નોધનીય છે કે, બરોડાનો આ ખેલાડી ઈજામાંથી સાજા થવા માટે સોમવારે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) ગયો હતો પરંતુ તેની ઈજામાં સુધારો થયો ન હતો જેના કારણે તે હવે વર્લ્ડ કપનો ભાગ નથી.
ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમની આગામી મેચ દક્ષિણ આફ્રિકા (#INDvsSA) સાથે છે. ભારતીય ટીમ 5 નવેમ્બરે કોલકાતામાં દક્ષિણ આફ્રિકા સાથે ટકરાશે. ભારત પહેલાથી જ સેમીફાઈનલમાં (CWC23) પહોંચી ગયું છે. ભારત તેની તમામ 7 મેચ જીતવામાં સફળ રહ્યું છે.
હવે પંડ્યાની (हार्दिक पांड्या) જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણા (Prasidh Krishna) ને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પ્રસિદ્ધ કૃષ્ણા (#PrasidhKrishna) ભારત માટે અત્યાર સુધી 17 ODI મેચ રમી ચૂક્યો છે જેમાં તેણે 29 વિકેટ ઝડપી છે. T-20માં ભારત માટે તેના નામે 4 વિકેટ છે.